રાજકોટમાં ત્રણ વર્ષીય બાળકના નાકમાં દોઢ ફૂટ ઊંડો ઘુસી ગયો સ્ક્રુ, ડોકટરે મહામહેનતે પાર પાડ્યું ઓપરેશન- જુઓ વિડીયો 

ગુજરાત: રાજકોટ શહેર (Rajkot city) માં આવેલ ખાનગી હોસ્પિટલ (Private hospital) ના તબીબે ફક્ત 3 વર્ષનાં બાળક (Baby) ના નાકમાં દોઢ ફૂટ ઊંડો સ્ક્રુ ફસાઈ ગયો હતો કે, જેથી ડોકટરે (Doctor) નાકમાં દૂરબીન વડે સ્ક્રુ શોધી બહાર કાઢીને બાળકને દર્દમુક્ત કરવામાં આવ્યો છે. અતિ મહત્ત્વની વાત તો એ છે કે, આ જટિલ સર્જરી કોઇપણ જાતના ચહેરા પર વાઢકાપ વગર નાકના છીદ્રોમાંથી જ દૂરબીન દ્વારા કરીને મેટલ સ્ક્રુને બહાર કઢાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તુરંત સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો:
આ વિશે બાળકના પિતા રીશીભાઈ જીંજુવાડિયા જણાવે છે કે, મારા 3 વર્ષનાં દીકરા શોર્યએ ઘરે રમતા-રમતા જમણી તરફના નાકમાં દોઢ ફૂટ ઊંડો સ્ક્રુ નાંખી દીધો હતો. જેથી મેં તરત જ સ્ક્રુ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકે ઊંડો શ્વાસ લઇ જતા સ્ક્રુ નાકમાં ઊંડે ઉતરી ગયો હતો.

જેથી કરીને અમે વિદ્યાનગર રોડ પર ડો હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં બાળકને લઈ આવ્યા હતા કે, જ્યાં ડો હિમાંશુ ઠક્કર દ્વારા તાત્કાલીક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સ્ક્રુ નાકના ઊંડે ફસાઈ ગયો હતો. ડો ઠક્કરે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર શૌર્યને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી તરફ ફસાયેલ મેટલનો સ્ક્રુ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી નાંખ્યો હતો.

લોહી નિકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ હોત:
અહીં નોંધનીય છે કે, આ કેસની વિકટ સ્થિતિ તો એ હતી કે, બાળક ની ઉમર ફક્ત 3 વર્ષની જ હતી. નાકની ખુબજ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને અંદર ઉતરી જાય તો તે શ્વાસનળીમાં ફસાય જતા જીવનું જોખમ ઉભું થાત. આની ઉપરાંત સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નિકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *