સાબરમતી નદી બાદ સુરતની તાપી નદીમાંથી મળ્યો કોરોના વાયરસ? 11 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ પાણી માં કોરોનાનું સંક્રમણ શોધી કાઢવા પાલિકા તંત્ર દ્વારા તાપી નદી સહિતના અલગ-અલગ સ્થળોએથી ૧૧ જેટલા નમૂના લેવામાં…

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ પાણી માં કોરોનાનું સંક્રમણ શોધી કાઢવા પાલિકા તંત્ર દ્વારા તાપી નદી સહિતના અલગ-અલગ સ્થળોએથી ૧૧ જેટલા નમૂના લેવામાં આવ્યા છે. લેવામાં આવેલા 11 સેમ્પલો ને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

અમદાવાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. પાણીમાંથી કોરોના સંક્રમણ હોવાનું શોધી કાઢવા માટે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. જેને ધ્યાનમા લઈને સુરત મહાનગર પાલિકાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલી આપ્યા છે. જે સેમ્પલમાં યુનિવર્સિટીએ મોકલવામાં આવ્યા છે તેમની રાહ જોવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાંથી જે પ્રકારે પાણીમાંથી કોરોનાનું સંક્રમણ મળી આવ્યું હતું તેને જોતાં રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે. હાલમાં સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યુ છે. સુરત શહેરમાં કોરોના ના કેસ કરતા પ્રથમ લિંબાયત ઝોન કોરોના મુક્ત બન્યો છે. કોરોના ની ત્રીજી લહેર ની આગાહી કરવામાં આવી રહી છે. જેને લઈને તંત્ર દ્વારા અગત્યના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરતની તાપી નદીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દેશની નદીઓ સાથે અમદાવાદની સાબરમતી નદીમાંથી પણ કોરોનાવાયરસ નું સંક્રમણ પણ મળી આવ્યું હતું. ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સુરતની તાપી નદીની સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ના સેમ્પલ આગામી દિવસોમાં લેવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે સુરતમાં લેવામાં આવેલ આ નમૂના કયા પ્રકારના રિપોર્ટ આવે છે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *