પેટ્રોલપંપ પર આત્મવિલોપનના પ્રયાસના આ LIVE દૃશ્યો જોઇને કાળજુ કંપી ઉઠશે- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ(Nayara Petrol) પંપ પર ગઈકાલે રાત્રે એક યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી(Flammable liquid) છાંટી પોતે જ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની તકેદારીના કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવકનો આરોપ છે કે થોડા દિવસ પહેલા પેટ્રોલ પંપના મેનેજરે તેની સાથે મારપીટ કરી હતી. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દ્રશ્ય પેટ્રોલ પંપના સીસીટીવી(CCTV)માં કેદ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સીસીટીવી મુજબ, મયુર ભીખાભાઈ સોંદરવા નામનો યુવક ગઈકાલે રાત્રે 10.51 કલાકે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે જ્વલનશીલ પદાર્થ લાવ્યો હતો. પેટ્રોલ પંપ ઓફિસ પર પહોંચીને તેણે પોતાના શરીર પર કેરબામાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી છાંટવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ માચીસ કાઢી દીવાસળી સળગાવે તે પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો ત્યાં દોડી આવે છે, જેમાંથી એક યુવાન દોડીને આવતો હોવાને કારણે ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતાં લપસતા જમીન પર ધડામ દઈને પટકાયો હતો.

જોકે, યુવકે ઉભો થઈને મયુરને અટકાવ્યો હતો. બાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ તેમજ અન્યોની સમયની પાબંદી અને તકેદારીથી યુવકનો જીવ બચી ગયો હતો. જોકે, મયુરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આત્મહત્યા કરવા આવેલા મયુર સોંદરવા નામના યુવકે જણાવ્યું કે, 15 દિવસ પહેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને તે ટોયલેટ ગયો હતો. તેને છેલ્લા કેટલાક સમયથી પથરીની બીમારી હોવાને કારણે થોડી વાર લાગી હતી, તેથી તેને પેટ્રોલ પંપ સંચાલક દ્વારા માર મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કર્યો છે. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. પોલીસ ફરિયાદ નોંધવાને બદલે મામલો થાળે પાડવાનું કહી રહી છે. ન્યાય ન મળવાને કારણે તેણે આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો.

બીજી તરફ પેટ્રોલ પંપના મેનેજર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે તેને માર્યો નથી. તેના દ્વારા ગાળો બોલવામાં આવતા થોડી ઝપાઝપી થઇ હતી અને તે સમયે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જોકે, તે સમયે યુવક બહાનું કરીને હોસ્પિટલથી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઝપાઝપીના દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઈ પટેલના ભત્રીજા તરીકે હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *