ગુજરાત(Gujarat): ઘર કંકાસ ને કારણે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થવાના ઘણા બધા બનાવ પોલીસ ચોપડે નોંધાતા આવતા હોય છે. ત્યારે ઘણી વાર ના નો ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારા-મારી સુધી પહોંચી જવા પામે છે. ત્યારે રાજકોટ(Rajkot) શહેરના લક્ષ્મીવાડી(Lakshmiwadi)ના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો એક આધેડ ગઈકાલે બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશન(Bhaktinagar Police Station) પહોંચી ગયો હતો. પોલીસ સ્ટેશન પહોંચી તેણે તેની પત્નીને તલવારનો ઘા ઝીંકી દીધો હોવાની વાત કહી હતી. રસોઈ બાબતે બોલાચાલી થતા પત્નીની હત્યાનો પ્રયાસ કર્યાની આરોપીએ ખુદ જાણકારી આપી હતી. વધુમાં કહ્યું કે પોતે પણ ઘણા સમયથી માનસિક બીમારી ની દવા પણ લઈ રહ્યો છે.
રાજકોટના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન રાણીંગા (ઉંમર વર્ષ 45) સોમવારના રોજ બપોરે પોતાના ઘરે હતા. ત્યારે તેને ઉશ્કેરાયેલા પતિએ તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પતિએ ઘાતકી હુમલો કરતાં મહિલાએ બૂમાબૂમ મચાવતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને ક્રિષ્ના બેન ને લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ ક્રિષ્નાબેન નો પતિ કમલ કરશન રાણીંગા તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશન સામેથી રજૂ થયો હતો અને તેણે પત્નીને તલવારનો ઘા ઝીંક્યો હોવાની કબૂલાત આપી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કમલ રાણીંગા સોનીકામ ની મજૂરી કરે છે. અને તેને સંતાન તરીકે એક પુત્ર છે. કમલ રાણીંગા કેટલાય સમયથી માનસિક બિમારીથી સપડાયેલો હતો અને ઘણા સમયથી તે આ માનસિક બીમારી ની દવા પણ લેતો હતો. સોમવારના રોજ બપોરે રસોઈના મુદ્દે માથાકૂટ થતા કમલે ઘરમાં રહેલી તલવાર ઉઠાવી પત્નીને માથામાં ઝીંકી દીધી હતી. પોલીસે કમલ રાણીંગા સામે હત્યા કરવાની કોશિશનો ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. હાલમાં ક્રિષ્નાબેન ની હાલત અત્યંત ગંભીર હોવાનું તબીબોએ દ્વારા જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના એ લક્ષ્મી વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.