રાજકોટમાં પતિના મૃત્યુ પછી જેઠ સાથે મળી પત્નીએ શરુ કર્યો દેહવ્યાપારનો ધંધો- જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો

સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં હવે ગુનાઓના આકડાઓ ખુબ જ વધી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને રાજકોટ શહેરમાં તો અવારનવાર હત્યા(Murder), સ્પા (Spa)ની આડમાં ચલાવવામાં આવતું કુટણખાનું, ચોરી વગેરેના બનાવો સામે આવતા જ રહે છે.  ત્યારે એવી જ વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ (Rajkot)ના ગોપાલ ચોક(Gopal Chowk) પાસે આવેલ બાલમુકુંદ સોસાયટી(Balamukund Society) મેઈન રોડ પર એક મકાનમાં કુટણખાનુ ઝડપાયું છે.

જાણવા મળ્યું છે કે, ડીસીપી ઝોન-1(DCP Zone-1) એલ.સી.બી.એની ટીમ(LCBA team) દ્વારા દરોડો(Raids) પડતા સંચાલક મહિલા સહીત 3 આરોપીઓને દબોચી પાડવામાં આવ્યા છે. આ મામલે તેજલબેન મયુરભાઈ લાઠીગરા, તેમના જેઠ રમેશ ગીરધરભાઈ લાઠીગરા અને રિક્ષા ચાલક અજય હરસુખભાઈ જીજુવાડીયાની ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણે જણ થોડા દિવસથી ગોપાલ ચોક પાસે મકાન ભાડે રાખીને કુટણખાનું ચલાવી રહ્યા છે, આ અંગેની બાતમી પોલીસને બળી હતી. જેથી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પડતા ખુલાસો થયો હતો. આ કુટણખાના પર પર્દાફાશ કરવામાં આવતા ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે રૂ 1500ની રોકડ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ 15,500 નો મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેજલના પતિ મયુરનું થોડા સમય અગાઉ નિધન થયું હતુ. જ્યારે તે તેના જેઠ રમેશભાઈ સાથે મળીને મકાન ભાડે રાખીને આ કુટણખાનું ચલાવી રહી હતી. આરોપી અજય જીંજુવાડીયાની વાત કરીએ તો તે ગ્રાહક પાસેથી પૈસા લેવાની કામગીરી કરી રહ્યો હતો. તેમજ આરોપીઓ રાજકોટની જ યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવી રહ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *