સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માં પોલીસ દ્વારા દરોડા પાડીને ગોરખધંધા પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ફરીવાર સ્પાની આડમાં ચાલતું કુંટણખાનું પકડી પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર(Ajaykumar Tomar) અને તેમની ટીમને સુરતમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારના ધંધા કરતા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
સુચનાના આધારે પુણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે સાયોના બિલ્ડર્સ, રેશમા રેસીડેન્સી તરફ આવતા બાતમી મળી હતી કે “S.P” નામના સ્પાના માલિક અમિત મસાજના નામે લલનાઓ રાખીને ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડે છે.
બાતમીના આધારે આ જગ્યાએ દરોડા પાડવામાં આવતા ગોવિંદ મોહન તેમજ 8600 રૂપિયા તથા એક મોબાઈલ ફોન, 5 કોન્ડમ એમ મળીને કુલ રૂપિયા 13,600નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલ સંચાલક તેમજ ત્યાં રહેલી ભારતીય મહિલાઓને વધી પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ દરેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કારવામાં આવી છે અને સ્પાના માલિક અમિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.