ગુજરાત: રાજ્યના સુરત (Surat) માં ચંદની પડવાને દિવસે શહેરના 75 લાખ સુરતીજનોને ઘારીનો સ્વાદ આપવા માટે વેપારીઓએ (Merchants) મશીન પદ્ધતિનાં ઉપયોગની શરૂઆત કરી દેવામાં આવી છે. ચંદી પડવાના દિવસે શહેરમાં લગભગ 1.5 લાખ કિલો ઘારી સાથે 30,000 કિલો ભૂંસુ વેચાવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
ગત વર્ષ કરતાં ઘારી તથા ભૂંસૂ વધુ વેચાવાનો મત શહેરના વેપારીઓ વ્યક્ત કરીને સ્વાદ રસિયા સુરતીઓને જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ગુજરાતીઓને પણ ઘારી પહોંચાડવા માટે કુરિયર દ્વારા ઘારીની ડિલિવરી કરી રહ્યા છે. સુરતની 123 વર્ષ જૂની પેઢી જમનાદાસ ઘારીવાળાની પાંચમી પેઢીના વહીવટદાર મનોજભાઇ ઘારીવાળા જણાવે છે કે, ખાવાની એક સ્વાદિષ્ટ વસ્તુને મશીન પર બનતા જોઈ મશીન પર ઘારી બનાવવાનો વિચાર આવ્યો હતો.
વર્ષ 1857માં ઘારી ખાવાનું ચલણ આવ્યું:
મનોજભાઇ ઘારીવાળા જણાવે છે કે, ઘારીનું ચલણ વર્ષ 1857માં આવ્યું હતું. બ્રિટિશરો સામે લડતા સ્વતંત્ર સેનાની તાતીયા ટોપે તેમજ એમના સૈનિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘારી ખવડાવી હતી. બાદમાં તેની યાદમાં ચંદી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
અંદાજે વર્ષ 1897 માં તેમના દાદા જમનાદાસ ચુનીલાલ ઘારીવાળાએ ઘારી બનાવવાની શરૂઆત કરી હતી. એવું કહેવાતું હતું કે, શરદ ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થતી રહેતી હોય છે તેમજ દૂધનો માવો, ખાંડ, એલચી, ઘી તથા ડ્રાયફ્રુટ નાખીને બનાવવામાં આવતી મીઠાઈ (ઘારી) રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
મશીન 1 કલાકમાં 15 કિલો ઘારી બનાવે:
મનોજભાઈ જણાવે છે કે, સામાન્ય રીતે આજદીન સુધી ઘારી બનાવવા માટે કારીગરોનો ઉપયોગ થતો હતો પણ વધતી જતી માંગને પહોંચી વળવા માટે હવે આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે. આ આવિષ્કાર પણ જમનાદાસ ઘારીવાળાની પેઢીએ શરૂ કરેલ છે.
ફક્ત એક દિવસ નાસ્તો કરવા નીકળ્યાને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કે, ઘારીની સાઈઝનો નાસ્તો મશીન પર બનતા જોઈ વિચાર આવતા ઈજનેર સાથે વાત કરી તો આજે ખૂબ જ આસાનીથી મશીન પર ઘારીનું ઉત્પાદન લેતા થઈ ગયા છે. એવું પણ કહી શકાય તો એ નવાઈ નથી કે, ફક્ત 1 કલાકમાં અંદાજે 15 કિલો સુધીની તૈયાર ઘારી મશીન પર બનાવી શકાય છે.
મશીન ઘારી માટે લોટ બાંધી આપે:
મશીન અંગે વાત કરતા મનોજભાઈ જણાવે છે કે, મશીનની ખાસિયત એ છે કે, આ લોટ બાંધી આપે છે, સીટ બનાવી આપે છે, ઘારીના તૈયાર માવા સાથે ફોલ્ડ કરી આપે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, ગ્રામ તથા આકાર એક સરખા રાખવામાં આવે છે. આની સાથે જ આ કામ માટે કારીગરો રાખવા પડતા હતા.
જે હવે ફક્ત ગણતરીના કારીગરો વચ્ચે ઝડપી તેમજ વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકાય છે. બસ ખ્યાલ એટલો જ રાખવામાં આવે છે કે, ઘારીના લોટનું કવર ફાટી જાય તો એને મશીન પરથી બહાર લઈ લેવાય છે તેમજ આ કામ બહેનો જ કરતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.