અરબી સમુદ્રમાંથી ઉભું થયેલ ચક્રવાત તોફાન તૌક્તેને (TAUKTAE) લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં વાવાઝોડાની અસર શરુ થઇ ગઈ છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ પંથકમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દેખાયો તૌક્તે વાવાઝોડાનો કરંટ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં આજરોજ બપોરના સમયે ધૂળની ડમરીઓ ચડતા જોવા મળી. આ ઉપરાંત વરસાદનું ઝાપટું પણ સુરત શહેરમાં જોવા મળ્યું. સુરત શહેરમાં સાંજથી જ વાવાઝોડાની અસર શરુ થઇ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે.
ચક્રવાત તોફાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના 40 ગામો અને ઓલપાડ તહસીલના 28 ગામોને એલર્ટ કરાયા છે. ચક્રવાત ચેતવણીને કારણે સુરત હજીરાથી ભાવનગર વચ્ચેનો રો-રો ફેરી 17-18 મે માટે બંધ કરવામાં આવી છે. તે જ સમયે, સૌરાષ્ટ્રના પોરબંદરના 30 ગામોમાં એલર્ટ ચાલુ છે. ત્યારે ગુજરાતના ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત તૌક્તે (Cyclone Tauktae) ગુજરાતના વેરાવળ અને પોરબંદરની વચ્ચે માંગરોળ નજીકના કાંઠે જોરદાર ટકરાશે. હવામાન વિભાગનો અંદાજ છે કે, ચક્રવાતી તોફાનો દરમિયાન પવન 150 થી 160 કિલોમીટરની ઝડપે પવનની ગતિ શરુ થશે.
હાલમાં તૌક્તે વાવાઝોડું150 થી 160 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યું છે. તમામ દરિયાકાંઠે 1.5 થી 3 મીટર ઊંચા મોજા ઉછળશે. આથી દરિયા કાંઠેથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.