સુરતમાં ડીંડોલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

સુરતમાં અવારનવાર પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ બનતી રહે છે. આવી જ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે.

સુરતનો ડીંડોલી વિસ્તાર ગુનાઓ માટે જાણીતો છે. ત્યાં ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ વખતે પોલીસની દાદાગીરી એ વિસ્તારમાં સામે આવી છે. આ વિડીયો ગઈકાલે રાતના સમયનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે યુવકને જાહેરમાં ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા યુવકને રસ્તા પર સૂવડાવીને મારવામાં આવી રહ્યો છે. રાત્રે રસ્તા પરથી પસાર થતાં રાહદારીએ પોલીસ ના સવાલ ના જવાબ નહીં આપતા ઢોર માર મરાયો હોવાનું સામે આવી રહ્યું છે.

સુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં પોલીસની દબંગાઇ નો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જો પોલીસ જ આ રીતે વર્તન કરશે તો પ્રજા પર તેની કેવી છાપ પડશે તે વિચારવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *