વરાછા મીનીબજાર વિસ્તારમાં રહેતા હીરાના સરીન મશીનના રિપેરીંગના કારીગરને મિત્રના કહેવાથી તેના મિત્રને વ્યાજે રૂપિયા અપાવાનું ભારે પડ્યું છે. મિત્રના મિત્રઍ વ્યાજ નહી ચુકવતા ફાયનાન્સરે ગઈકાલે બપોરે તેનું પુણાગામ બસ સ્ટેશન પાસેથી અપહરણ કરી ભૈયાનગર ખાતે આવેલી તેની ફાયનાન્સની ઓફિસમાં ગોધી ઢોર મારમારી વ્યાજે લીધેલા રૂપિયા 50 હજારની સામે 70 હજારની માંગણી કરી હતી તેમજ કોરા ચેક ઉપર રૂપિયા 1.50 લાખની રકમ લખી સહી કરાવી લીધી હતી.
જાકે, મો઼ડી સાંજે પોલીસે કારીગરને પોલીસે મુક્ત કરાવી ફાયનાન્સર સહિત ચારની ધરપકડ કરી ઓફિસમાંથી રોકડા 54 હજાર, કાર સહિત કુલ રૂપિયા 6.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની પાછળ કોહીનુર સોસાયટી શિવ ઍપાર્ટમેન્ટમાં રહેતા કેવિનભાઈ દેવશીભાઈ સોરઠીયા ડાયમંડના સરીન મશીનો રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેવિનને ગત તા 26 જાન્યુઆરીના રોજ તેનો મિત્ર ભાવેશ વેકરીયા ઍ તેના મિત્ર આશિષ ઉર્ફે રૂદ્ર તિવારીને 50 હજારની જરૂર છે તમે વચ્ચે પડી પુણાગામ ભૈયાનગરમાં જય અંબે ડેવલપર્સના નામે ફાયનાન્સનો ધંધો કરતા ઈન્દ્રજીત મિશ્રા અને પ્રદિંપ પાંડે ઉર્ફે રાજભા પાસેથી વ્યાજે પૈસા અપાવવા કહ્ય હતું.
કેવિન ભાવેશના કહેવાથી આશિષને વ્યાજે રૂપિયા અપાવવા તૈયાર થયો હતો અને આશિષને ઓફિસની બહાર ઉભો રાખી બંને જણા અંદર ગયા હતા. કેવિને ફાયનાન્સર ઈન્દ્રજીતને લોકડાઉનના કારમે ધંધામાં મંદી આવી હોવાથી વ્યાજે રૂપિયા 50 હજાર જાઈઍ છે હોવાની વાત કરતા પ્રદિપ પાંડેએ 50 હજારના બદલામાં ઍક દિવસના રૂપિયા 1,000 એમ કુલ 60 દિવસના 60,000 ચુકવવાનું કહી આધાર કાર્ડ, લાઈટબીલ, બ્લેન્ક ચેક લીધો હતો.
પૈસા લીધા બાદ વ્યાજ ચુકવતો ન હતો અને તેની કેવિનને ખબર પણ ન હતી. દરમિયાન ગઈકાલે કેવિનને ઓળખીતા અશ્વિનકાકાઍ ફોન કરી મારે દવાખાનાના કામે રૂપિયા 50 હજારની જરૂરીયાત છે ક્યાંકથી પૈસા અપાવ હોવાનુ કહેતા કેવિન કાકાને લઈને ઈન્દ્રજીતની ઓફિસે ગયા હતા જાકે ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી તેઓ નાસ્તા કરવા માટે જતા હતા તે વખતે પુણાગામ બસ સ્ટેશન પાસે બુલેટ પર અવેલા અજાણ્યાએ કેવિન તમે જ છો ને હોવાનુ કહી ગાળાગાળી કરી બાઈક પરથી નીચે ઉતાર્યો હતો તે દરમિયાન પલ્સર બાઈક પર બીજા બે અજાણ્યાઓ આપી કોલર પકડી ત્રણ ચાર થાપટ મારી હતી અપહરણ કરી જયઅંબે કાર વોશીંગની ઓફિસમાં લઈ ગયા હતા.
જોકે, આશિષે પૈઓફિસમાં હાજર ઈન્દ્રજીત અને પ્રદિપે 50 હજાર ચુકવી દે કેમ રૂપિયા ચુકવતો નથી હવે તો મારે વ્યાજ પેનલ્ટી મળી રૂપિયા 70 હજાર ચુકવવા પડશે નહી તો આજે તુ જીવતો નહી રહે તારે જાનથી હાથ ધોવા પડશે તેમ કહી લાકડાના ડંડાથી મારમાર્યો હતો. કેવિને આજીજ કરી રૂપિયા મંગવાવુ છુ કહી સરથાણા સીમાડા નાકા પાસે સુવિધા રો હાઉસના ગેટ પર માસીને ફોન કરી રૂપિયા 40 હજાર માંગ્યા હતા જાકે માસીઍ હાલ માસા બહાર છે. તે આવે પછી પૈસા લઈ જાજે તેમ કહેતા પ્રદિપે મારમારી ગમે ત્યાંથી પૈસા મંગાવ નહીતર આજ તને જીવતો નહી જવા દઉ તેવી ધમકી આપી 1.50 લાખની રકમના ચેકમાં સહી કરાવી લીધી હતી. જ્યાં સુધી રોકડા રૂપિયા નહી આવે ત્યાં સુધી ઓફિસમાં પુરી રાખો હોવાનુ ગોંધી રાખ્યો હતો.
બીજી તરફ કેવિનનું અપહરણ કરવામા આવ્યું હોવાની ખબર પડતા ભાવેશ પુણા પોલીસ સ્ટેસન પહોîચી ગયો હતો જેથી પીઆઈ યુ.વી.ગડરિયાઍ સર્વલન્સ સ્ટાફના માણસોને દોડવી કેવિને તેમના ચુંગલમાંથી છોડાવ્યો હતો . પોલીસે ઓફિસમાં ઈન્દ્રજીત ઉર્ફે મોનુ રોહીતકુમાર મિશ્રા (રહે, અર્પણ કોમ્પલેક્ષ ભૌયાનગર), સુનીલકુમાર નવીનચંદ્ર રાઠોડ (રહે, પુરુષોત્તમનગર સોસાયટી પરવત પાટીયા), પ્રદિપ ઉર્ફે રાજ પાંડે ઉર્ફે રાજભા પાંડે (રહે, દીપાંજલી સોસાયટી ભૈયાનગર) અને લલિતસિંઘ માનસિંધ રાજપુત (રહે, ગુરુનગર સોસાયટીને ઝડપી પાડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle