સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ કચરો ઉઠાવી ધારાસભ્ય હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઠાલવ્યો

મનપાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અનિલ ગોપાલાણીની સોસાયટીની બહારથી ટ્રેક્ટરમાં કચરો ઉપાડીને માજુરા ધારાસભ્ય…

મનપાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અનિલ ગોપાલાણીની સોસાયટીની બહારથી ટ્રેક્ટરમાં કચરો ઉપાડીને માજુરા ધારાસભ્ય હર્ષ સંઘવીની કચેરીની બહાર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સ્વચ્છતાની ગૌરવ ઉભો કરી રહ્યો છે, જ્યારે સમગ્ર શહેરમાં કચરાનો ઢગલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓના ઘરની આસપાસ જ સ્વચ્છતા કરવામાં આવી રહી છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપાલાનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો કચરો નહીં પણ ઝાડ લઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં કચરો ઉલેચવાની કામગીરી મુદ્દે કોંગ્રેસે બીજી વાર વિરોધ કર્યો છે. સ્થાયી અધ્યક્ષની સોસાયટી નજીકથી કચરો ઉઠાવીને મજુરાના ધારાસભ્યની ઓફિસ સામે ઠાલવીને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો.

સુરત કોંગ્રેસના આગેવાન ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, લોકોના ઘર નજીક કચરાના ઢગ હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. મ્યુનિ. તંત્ર વારંવારની ફરિયાદ છતાં જાગતું ન હોવાથી ધારાસભ્યોને જગાડવા માટે અમે કચરો ઉઠાવીએ છીએ. સ્ટેન્ડિંગ ચેરમેનની સોસાયટીની બહાર જ કચરો પડ્યો છે તે સાફ નથી કરાવી શકતા તો શહેરને શું સાફ રાખી શકશે. જેથી આ કચરો લઈને ધારાસભ્યના કાર્યાલયની સામે નાખી તેમને જગાડવાનો પ્રયાસ કર્યો છે. દર રવિવારે આ રીતે વિરોધ કરવામાં આવે છે.

સુરત મ્યુનિ.ના અઠવા ઝોનમાં રસ્તાની સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાનું યુથ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી. પખવાડિયા પહેલા ઉમરીગર સ્કુલ નજીકથી કચરો ઉઠાવીને અઠવા ઝોન ઓફિસ પર નાંખવામાં આવ્યો ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. રવિવારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્થાયી સમિતિ અધ્યક્ષ જે વિસ્તારમાં રહે છે તેની આસપાસના વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ કચરો ઉલેચ્યો ન હતો તે ભેગો કરીને ટ્ક્ટરમાં ભરી દીધો હતો. સ્થાયી અધ્યક્ષના ઘર નજીકથી ભેગો કરેલો કચરો મજુરાના ધારાસભ્ય હર્ષ સંધવીની ઓફિસ સામે નાંખીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર દેશભરમાં સુરતે સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવ્યો હોવા છતાં સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ ચેરમેનની સોસાયટીના ખાતે ટ્રેક્ટર લાવીને કચરો ઉલેચી ટ્રેક્ટરમાં ભર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો આ કચરો ભરીને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના કાર્યાલય પર લઈ ગયાં હતા અને કાર્યાલયની સામે કચરો ઠાલવી આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *