હજુ ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ ભુલાયો નથી ત્યાં સુરતમાં વધુ એક પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ગળા પર ફેરવી દીધું કટર

સુરત(SURAT): સુરતીઓ તો શું સમગ્ર ગુજરાત ગ્રીષ્મા વેકરીયાની દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં ગ્રીષ્માનું ગળુ કપાયું હતું તેની યાદ હચમચાવી જાય છે. ત્યારે સુરતમાં તેવી બીજી ઘટના સર્જાય છે. પ્રેમી કાયમ કચ કચ કરતો હતો અને તેથી યુવતીને ત્રાસ થય ગયો હતો અને તેથી યુવતીએ સંબંધો તોડી નાખ્યો હતો. અને તેથી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દીધી અને ફરાર થઈ ગયો. પૂર્વ પ્રેમીએ યુવતીનાના ગળા પર સરા જાહેર કટર મારી દીધું હતું. ત્યાર બાદ યુવતી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી.

આ ઘટના સચિનમાં બનવા પામી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય ગંભીરતાથી પગલા લેવાશે. પાગલ પ્રેમીની ધરપકડ સચિન પોલીસે ગણતરીના પ્રેમીની કાયમી કચકચથી કંટાળી યુવતી હતી અને તેથી તેણે સંબંધ તોડી નાખ્યો હતો.

સુરતના સચિન વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે જેને સાંભળતા ગ્રીષ્મા હત્યાની ઘટનાની યાદ આવે છે. જે ઘટના ગ્રીષ્મા હત્યામાં સર્જાય હતી તેવીજ ઘટના ફરી એક વાર સર્જાય છે. સુરતના સચિન વિસ્તારમાં પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રેમિકાને ગંભીર ઇજા થય છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી. આ ઘટના સચિનના સુડા વિસ્તારમાં બની છે. આ ઘટના બન્યા બાદ લોકોમાં રોષે ભરાયા છે. આ ઘટના સાંભળ્યા બાદ લોકોને ફરીવાર ગ્રીષ્મા વેકરિયા કેસની યાદ આવી રહી છે.

યુવતીની ઉમર 22 વર્ષ હતી. સુરતમાં આવેલા એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. હુમલો કરનાર યુવકનું નામ રામસિંગ ગુલાબસિંગ પાડવી છે. તે તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલા બોરડા ગામમાં નિશાળ ફળિયામાં રહે છે.

યુવક અને 22 વર્ષની યુવતી સિલાઈ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. તેમની સાથે કામ કરતા રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે તેમની મુલાકાત 2019માં થય છે.  અને ત્યાર બાદ બને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. તે બંને વચ્ચે એકાદ વર્ષ સુધી પ્રેમસંબંધ ચાલ્યો હતો. પ્રેમસંબંધમાં જોડાયાં બાદ યુવતીને રામસિંગનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો.

રામસિંગ વાત-વાતમાં કચકચ કરતો હતો. અને તેથી પ્રેમીકાને રામસિંગનો સ્વભાવ અને વર્તન બરાબર લાગતું ન હતું.  રામસિંગની કચકચથી યુવતી ખુબજ ત્રાસી ગય હતી.  અને તેથી યુવતીએ સબંધ તોડી નાખ્યો. અને યુવતીને લગ્ન માટે માગું આવતા યુવતીએ તેની સાથે પ્રેમસબંધ રાખવાનો ઇનકાર કરી દીધો. અને તેથી પ્રેમી તેને પરેશાન કરતો હતો. અને યુવતી કંટાળીને સુરતથી નોકરી છોડીને તેના વતન પાછી જતી રહી હતી.

ત્યાર બાદ યુવતી 6 મહિના પહેલાં પાછી સુરત આવી અને ફરીથી નોકરી કરવા લાગી હતી. પ્રેમી વારંવાર હેરાન કરતો હતો. તેથી યુવતીએ રામસિંગનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ  17 ડિસેમ્બર 2022ના રોજ યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગઇ હતી. અને ત્યારે પાગલ પ્રેમી રામસિંગ પણ ત્યાં આવ્યો અને એટીએમ તેમજ મોબાઈલ લઇ યુવતીને તેની સાથે આવવા દબાણ કરતો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો થયો. અને લોકોનું ટોળું ભેગું થઇ ગયું. અને તેથી રામસિંગ ત્યાંથી ભાગી ગયો.

ત્યાર બાદ 21 ડિસેમ્બરે સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી. ત્યારે રામસિંગ પાચળથી આવ્યો અને યુવતી કંઇક સમજે તે પહેલાં જ તેની પાસે રહેલી કટર વડે ગળું ચીરી નાખ્યું. જાહેરમાં પ્રેમિકાનું ગળુ ચીરી તેની હત્યાની કોશિશ કરનારો રામસિંગ ફરાર થઈ ગયો હતો.  લોહી-લુહાણ યુવતીને તુરંત સારવાર માટે હોસ્પિટલ લય જવામાં અવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *