સુરત માં 120 શહીદ જવાનોનાં પરિવારોને આજે અઢી-અઢી લાખની ધનરાશી અર્પણ કરાશે

મારૃતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શનિવારે રાત્રે ૭.૫૫ કલાકે ઘોડદોડ રોડ ઇન્ડોર સ્ટેડિયમમાં શહીદોને સલામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગત વર્ષ દરમિયાન શહીદ થયેલા દેશભરના ૧૨૦ જવાનોના પરિવારને ૨.૫૧ લાખની ધનરાશી આપીને સન્માનિત કરાશે. આ પ્રસંગે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતકેબીનેટ મંત્રી મનસુખ માંડવીયારિટાયર્ડ મેજર જનરલ જી.ડી. બક્ષીએટીએસનાં પ્રમુખ એમ.એસ.બિટ્ટા અને કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહેશે. 

વર્ષ ૨૦૧૭માં મારૃતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદોના લાભાર્થે મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાંથી એકત્ર થયેલી રાશીને બેંકમાં એફ.ડી. બાદ તેના વ્યાજમાંથી દર વર્ષે શહીદોને સલામ કાર્યક્રમ કરવામા આવે છે. જેમાં આખા વર્ષ દરમિયાન દેશમાં કોઇપણ જગ્યાએ કોઇપણ જવાન શહિદ થાય તેના પરિવારને સુરત બોલાવીને તેમને અઢીલાખની ધનરાશી આપીને સન્માન કરવામા આવે છે.

છેલ્લા બે વર્ષમાં ૫૬ પરિવારોનું આ રીતે સન્માન થઇ ચુક્યુ છે. આ ત્રીજા કાર્યક્રમમાં દેશભરમાંથી કુલ ૧૨૦ પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

જેમાં પુલવામાં હુમલાનાં ૪૪ પૈકી ૩૮ જેટલા પરિવારો હાજર રહેશે. અન્ય પરિવારો અનુકુળતા ન મળતા તેઓ આવી શક્યા નથી. આ તમામ પરિવારોની રહેવા-જમવાની વ્યવસ્થા ટ્સ્ટ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે ૩૫ જેટલા પરિવારો આવી ગયા હતા બાકીના શનિવારે સાંજ સુધીમાં પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *