સુરત: મહિલા મામલતદારના પતિએ એવો ગુનો કર્યો કે, પત્નીએ નોંધાવી પડી ફરિયાદ

સુરત શહેરમાં એક અજીબ જ કિસ્સો બહાર આવ્યો છે કે, જેમાં ભાવનગર જીલ્લાનાં કસ્ટમ તેમજ એકસાઈઝ ડિપાર્ટમેન્ટનાં જોઇન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીએ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે કે, અધિકારી દ્વારા મારપીટ કરવામાં આવી તેમજ ગળું દબાવી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સિવાય FIRમાં પત્નીએ ઓફિસર ઉપર આરોપ લગાવ્યો છે કે, અધિકારીની માસીને કોઈ સંતાન ન હોવાને લીધે પુત્રી તેમને દત્તક આપી દેવા તેમજ વધુ બાળકો પેદા કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. આખા બનાવે પોલીસે કસ્ટમ તેમજ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટનાં જોઇન્ટ કમિશનરની પત્નીની FIR લઇ અધિકારી સામે 498 A ,323, 504, 506 2 તેમજ 114 હેઠળ ફરિયાદ નોંધી છે.

રિપોર્ટ મુજબ, સુરત શહેરનાં ઉધના ખાતે રહેનાર મિહિર રાયકા ભાવનગર જીલ્લામાં કસ્ટમ તેમજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં જોઇન્ટ કમિશનર તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમજ તેની વાઈફ મામલતદાર તરીકેની ફરજ બજાવે છે. અધિકારી મહેશ રાયકા દ્વારા વર્ષ 2010માં IRS ઓફિસરની પરીક્ષા પાસ કરવામાં આવી હતી તેમજ મહિર રાયકાની પત્ની દિપલ રાયકાએ સુરત શહેરનાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં પતિ મિહિર રાયકા તેમજ સાસુ સુરેખા રાયકા સામે FIR નોંધાવી છે.

આ FIRમાં સુરત શહેર ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા દિપલ રાયકાએ તેના પતિ તેમજ સાસુ ઉપર આરોપ લગાવ્યો છે કે, તેની નોકરી પરિવારજનોને પસંદ નથી. જેનાં લીધે તેઓ નોકરી છોડવા માટે દબાણ કરે છે. આ સિવાય મિહિર રાયકાની માસીને કોઈ પણ સંતાન ન હોવાનાં લીધે તેમને પુત્રી દત્તક આપીને વધુ બાળકો પેદા કરવા માટે પણ દબાણ કરે છે. આ સિવાય શનિવારનાં દિવસે પતિએ મારપિટ કરી ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે.

મામલતદાર દિપલ રાયકા દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસુ સામે ફરિયાદ કરતાં આખા બનાવે ખટોદરા પોલીસે મામલતદાર દિપલ રાયકાનાં પતિ તેમજ સાસુ સુરેખા રાયકા સામે 498 A, 323, 504, 506 2 તેમજ 114 હેઠળ ફરિયાદ નોંધી છે.

આ આખા બનાવે મામલતદાર દિપલ રાયકા વિરુદ્ધ સાસુ સુરેખા રાયકાએ પણ પુત્રવધૂ સામે FIR નોંધાવી હતી. જેમાં મામલતદાર પુત્રવધૂ દ્વારા પોતાનું ગળું દબાવવાના પ્રયત્ન કર્યો હોય તેમજ ભૂતકાળમાં કેસ પાછો લેવા માટે દાગીનાં તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ FIRમાં સાસુ સુરેખા રાયકાએ પુત્રવધૂ દિપલ રાયકા, તેનાં પિતા અમરા ભારાઈ, માતા હર્ષિદા ભારાઈ તેમજ ભાઈ વિસ્મય ભારાઇ વિરુદ્ધ FIR નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *