સુરતમાં માત્ર 15 વર્ષીય કિશોરીને પેટમાં દુ:ખાવો થતા, પિતા હૉસ્પિટલે લઈ જતા નીકળી ગર્ભવતી

છેલ્લા ઘણા વર્ષોથી સતત રેપની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ સુરતના (SURAT) કતારગામ (Katargam) વિસ્તારમાં રહતી એક કિશોરીને પેટમાં દુખતા હોસ્પિટલ લઇ જતા આ કિશોરી (Adolescent Girl) ગર્ભવતી (Pregnant) હોવાનું સામે આવ્યુ છે. જોકે, આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ (Police Complain) કરતા કિશોરીએ આ ઘટના માટે માતાના પ્રેમીએ દુષ્કર્મ કરતા ગર્ભવતી થઈ હોવાની વાત કરી હતી.

પરિવાર દ્વારા આ સમગ્ર ઘટના અંગે કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે, સમગ્ર મામલો એટલા માટે ચોંકાવનારો છે કે, કિશોરીની ઉંમર ફક્ત 15 વર્ષ છે ત્યારે તેની સાથે જે કઈ પણ થયું તે સંમતિથી થયું હોય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ આવતા પોલીસ દોડતી થઇ હતી. જોકે તપાસ દરમિયાન એવી વાત સામે આવી કે પોલીસ પણ એક સમયે વિચારમાં પડી ગઈ હતી. કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. જોકે વર્ષ 2009માં માતા પિતા વચ્ચે ચાલતા ઝઘડાને લઈને બંને અલગ રહેવાત જતા કિશોરી થોડા સમાય માતા તો થોડા સમાય માટે પિતા સાથે રહેતી હતી.

ગતરોજ આ કિશોરીને પેટમાં અતિશય દુખાવો તથા પિતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યાં તબીબો દ્વારા યુવતી ગર્ભવતિ હોવાનું તારણ અપાયું હતું. જોકે, આ વાત સાંભળતાની સાથે પિતાના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને આ મામલે પિતા સાથે કિશોરી કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો. જ્યાં પોલીસે કિશોરી પૂછતાં તેણે પ્રેમીએ તેની સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતિ બની હોવાનું કહેતા આપતા પોલીસે તાત્કાલિક માતાના પ્રેમીને લાવીને તેની પૂછપરછ શરુ કરી હતી.

જોકે કિશોરી દ્વારા અન્ય ચાર લોકોના નામ આપતા પોલીસને કિશોરી પર શકા ગઈ હતી અને ફરીથી તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં કિશોરી ભાગી પડી હતી અને તેને એક યુવાન સાથે પ્રેમ હતો અને તેના થકી ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું અને પોતાના પ્રેમીને બચવા માટે તેને આ જુઠાણું ચલાવ્યુું હોવાનું કહેતા પોલીસે આ યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ રત્નકલાકારની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *