સુરતના તંત્રની લોલમલોલ આવી સામે! ભ્રષ્ટાચારના ખાડામાં ટ્રક ઘુસી ગયો- શું લોકોના જીવ આવી રીતે મુકાશે જોખમમાં?

સુરત(Surat): શહેરમાં રિંગ રોડ ઓવરબ્રિજ(Ring Road Overbridge) નીચે ટ્રક ભ્રષ્ટાચાર(Corruption)ના ખાડામાં ફસાઈ ગયો હતો. જેથી તંત્રએ બેરીકેટ મૂકી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની કામગીરી હાથ ધરી છે. સહારા દરવાજા ખાતે બનેલા લોડેડ ટ્રક ફસાઈ જવાના મામલા બાદ ટ્રકને ખાડામાંથી બહાર કાઢવા JCB બોલાવવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. ઓવર બ્રિજ નીચે ડ્રેનેજ લાઈનના ખાડાના કામકાજ દરમિયાન રસ્તો બેસી જતા ટ્રક ફસાઈ ગયો હતો. જેથી તંત્ર દ્વારા કરાયેલી નબળી કામગીરીની લોલમલોલ સામે આવી છે.

સ્થાનિક રહીશોએ જણાવતા કહ્યું હતું કે, ડ્રેનેજ લાઈન નાખ્યા પછીરસ્તાનું પેચવર્ક બરાબર કરવામાં નહી આવતા રસ્તો અંદર બેસી ગયો હતો. આજે સવારે 5.30 કલાકે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. કપચી ભરી હજીરાથી કડોદરા જઈ રહેલી ટ્રક ખાડામાં જતા જ ફસાઈ જવાના કારણે રસ્તા અનેક વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાઈ જવા પામ્યો હતો. જોકે ટ્રાફિકના જવાનોએ બેરીકેટ મૂકી ટ્રકને કોર્ડન કરી ટ્રાફિક ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

કાપડ માર્કેટ અને શાકભાજી માર્કેટના ભીડ વાળા વિસ્તારમાં ફસાઈ ગયેલી ટ્રકને લઈ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ટ્રકમાં નિયત કરતાં વધારે માત્રામાં રેતી કપચી ભરી હોવાને કારણે પણ રસ્તો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, આ પ્રકારે બેફામપણે ઓવરલોડેડ ચાલતા ટ્રક પર પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *