સુરત મનપા ચૂંટણી પરિણામ: સુરતના રાજકારણમાં કોંગ્રેસને પાછળ છોડી AAP આગળ

આજે સવારે સુરત મનપાની ચૂંટણી (gujarat election) ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે મતદાન પેટીમાંથી બહાર આવશે. ત્યારે સુરત (surat) ના ગાંધી એન્જીનિયરિંગ કોલેજ અને એસવીએનઆઈટી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે. બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.

એસવીએનઆઈટી ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર  29, 14, 27, 25, 1, 21, 10 અને 15 ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 30, 19, 28, 26, 9, 22, 11 અને 18ની મતગણતરી થશે. ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નંબર 23, 4, 6, 8, 16, 2 અને 13ની મતગણતરી થશે. તો બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની મતગણતરી થશે.  સુરતમાં આપ કોંગ્રેસને પાછળ છોડી દીધુ છે. આમ આદમી પાર્ટી પૂરા જોશથી સુરતમાં એન્ટ્રી કરી છે. ભાજપને નુકસાન નથી પહોંચ્યુ પણ કોંગ્રેસની બેઠકો આપને ફાળે જઈ શકે છે.

મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ
સુરતમાં ભાજપ પહેલા નંબરે
તો આમ આદમી પાર્ટી બીજા નંબરે
સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યુ છે. સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે. સુરતમાં ભાજપ બાદ બીજા સ્થાને આપ પાર્ટી આવી ગઈ છે. લેટેસ્ટ માહિતી જોઈએ તો 18 બેઠકો પર આપ આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર 6માં જ આગળ છે.

કેટલાક વોર્ડ પર આપ આગળ નિકળી
સુરતમાં 44 બેઠક પર ભાજપ આગળ
આપ 18 અને કોંગ્રેસ 18 પર આગળ

સુરતના વોર્ડ-16માં આપની જીત
સુરતના વોર્ડ 16માં આપને જીત મળી છે. આ ઉપરાંત ભાવનગરમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી અને જામનગરમાં પણ 4 સીટ પર આપ અને 2 પર બીએસપી આગળ ચાલી રહી છે.

સુરતમાં આપનો દબદબો, ભાજપને કડી ટક્કર
કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા (surat municipal election) માં 45.51 ટકા મતદાન નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *