પોલીસની માં ને…. ડાયલોગબાજી સાથે સુરતમાં લુખ્ખાઓનો આતંક: તલવાર સાથે ધમકાવતા નજરે ચડ્યા બે લફંગા

સુરત(Surat): શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જાણે કે, પોલીસનો જરા પણ ડર ન હોય. વાત કરવામાં આવે તો, સુરતના…

સુરત(Surat): શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જાણે કે, પોલીસનો જરા પણ ડર ન હોય. વાત કરવામાં આવે તો, સુરતના સચિન(Sachin)માં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખુલ્લેઆમ તલવાર લઈને ફરતા દેખાય છે. હાલમાં આ દાદાગીરી અને લુખ્ખાગીરીનો વિડીયો(Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતમાં લુખ્ખાઓની ખુલ્લેઆમ લુખ્ખાગીરી:
વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ઇસમ ખુલ્લી તલવાર લઈ લોકોને ધમકી આપતો દેખાઈ રહ્યો છે. આ અસામાજિક તત્વો સામે એક મહિલા અશ્રુભીની આંખે કાકલૂદી કરતા પણ નજરે ચડી રહ્યા છે. પરંતુ હાલમાં તો આ રકજક કઈ બાબતે થઇ રહી છે, તે સ્પષ્ટ થઇ શક્યું નથી.

તલવાર લઈને આપી ધમકી:
મહત્વનું છે કે, ખુલ્લેઆમ જ જાહેરમાં મોપેડ, બુલેટ અને મોટર સાયકલ સવાર અસામાજિકતત્વો તલવાર લઈને ધમકી આપી રહ્યા છે અને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. હાલમાં આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના જુદા જુદા વિસ્તારોમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આ લુખ્ખા તત્વોને દાદા બનીને ફરવું છે. ત્યારે એક સવાલ તો એ પણ થઇ રહ્યો છે કે, શું આ લોકો કાયદાથી ઉપરવટ છે. શું અસામાજિક તત્વોને ખાખી વર્દીનો જરા પણ દર નથી રહ્યો? પરંતુ હાલમાં તો આ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *