આ વિડીયો જોઈ તમારું લોહી ઉકાળવા લાગશે! નરાધમે રાષ્ટ્રધ્વજથી સાફ કર્યું ચીકન, તમે જ કહો આને શું સજા મળવી જોઈએ?

દક્ષિણ ગુજરાતમાં આવેલા દાદરા નગર હવેલી માંથી એક ખુબજ અશ્લીલ ઘટના સામે અવી છે, દાદરા નગર હવેલીમાં તિરંગાનું ઘોર અપમાન કરાતો એક અશ્લીલ વીડિયો વાયુવેગે…

દક્ષિણ ગુજરાતમાં આવેલા દાદરા નગર હવેલી માંથી એક ખુબજ અશ્લીલ ઘટના સામે અવી છે, દાદરા નગર હવેલીમાં તિરંગાનું ઘોર અપમાન કરાતો એક અશ્લીલ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઈને દરેક ભારતીયનું લોહી ઉકળી ગયું હતુ.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચિકન શોપમાં તિરંગાથી ચિકનની સફાઈ થઇ રહી છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ અને પાલિકાનું તંત્ર દોડતું થયું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આરોપીની અટકાયત કરીને તેની ચિકન શોપને સીલ મારવામા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળેલી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં આવેલા દાદરા નગર હવેલીમાં તિરંગાનું અપમાન થતો એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. એક ચિકન શોપમાં એક વ્યક્તિ ભારતીય ધ્વજથી ચીકનની સફાઈ કરી રહ્યો હતો. તેજ સમયે કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો લીધો હતો અને વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા લોકો ખુબજ રોષે ભરાયા હતા. લોકો માંગ કરી રહ્યા હતા છે કે, આવુ કરનાર વ્યક્તિ સામે તાત્કાલિક પગલા લેવા આવે.

આ વાયરલ વીડિયો પાલિકા અને સ્થાનિક પોલીસને મળતા તરતજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં બતાવાયેલી ચીકન શોધી કઢાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અપના ચીકન શોપનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક અસરથી પગલા લઈને શોપને સીલ કરાઈ હતી અને એક આરોપીની અટકાયત કરવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *