ગુજરાતમાં પેપરલીક સામે ક્યારે બનશે કાયદો? રાજય સરકારના મંત્રી ઋષિકેશ પટેલએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): પેપરલીક(Pepperleak) મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) જણાવતા કહ્યું હતું કે, પેપરલીક મામલે સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવશે. બજેટસત્ર દરમિયાન નવો…

ગુજરાત(Gujarat): પેપરલીક(Pepperleak) મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) જણાવતા કહ્યું હતું કે, પેપરલીક મામલે સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવશે. બજેટસત્ર દરમિયાન નવો કાયદો લાવવામાં આવશે અને પેપરલીકમાં સંડોવાયેલા લોકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, પોલીસે રાત્રે દોઢ વાગ્યે દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉમેદવારો સાથે અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પંચાયત સેવા પસંદગી મંડળે તમામને અવગત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાઓને રાતા પાણીએ રોવડાવનાર પેપરલીક કાંડના આરોપીઓને 12 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીકલઈને ગુજરાત ATSએ હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી એવા શ્રદ્ધાકર લુહાની નામના વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

જેમાં કોર્ટ દ્વારા આરોપીને 14 દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યો હતો. ત્યારે તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં પેપરલીકના કારણે હજારો બેરોજગારોની કિસ્મત ફૂટતા તેમના સપનાં પણ તૂટી ગયાં છે. આ પેપરલીક કાંડ અંગે મોટા ખુલાસાઓ થયા હતા. આરોપી શ્રદ્ધાકર લુહાનીએ પ્રદીપ નાયકને 7 લાખ રૂપિયામાં પેપર વેચ્યું(Paper sold for 7 lakhs) હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કુલ 16 જેટલા આરોપીની કરવામાં આવી છે ધરપકડ:
મહત્વનું છે કે, ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી હતી. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *