સુરત(Surat): શહેરના કામરેજ(Kamarej) વિસ્તારમાં રત્નકલાકારે માથે દેવું થઇ જતા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પરેશે ખૂખાણીએ મરતા પહેલા કહ્યું હતું કે, મેં દવા પીધી છે. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાતા મારે કોઈને પૈસા દેવાના છે કહી અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાના આપઘાતથી પરિવાર હિબકે ચડ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથીમાં જોડાયેલા પરેશની આત્મહત્યા પાછળનું કારણ કોઈ જાણી શક્યું ન હતું. ત્રણ ભાઈઓ પૈકી પરેશ બીજા નંબરનો ભાઈ હતો.
અચાનક જ ઊલટીઓ શરૂ થતાં મચી બુમાબુમ:
મૃતકના મોટાભાઈ રાજેશએ જણાવતા કહ્યું હતું કે, રત્નકલાકાર તરીકે કામ કરતો પરેશ ખૂખાણી ઉ.વ. 28 (રહે કૃષ્ણ રેસિડેન્સી કામરેજ) રાત પાળી કરીને મંગળવારના રોજ સવારે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સૂઈ ગયેલા પરેશને અચાનક ઊલટીઓ શરૂ થઇ જતા ભાભીએ બુમાબુમ કરી દીધી હતી. દોડીને જતા પરેશે જ કહ્યું હતું કે, મેં દવા પીધી છે. આ સાંભળી પરિવારના તમામ સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યો:
વધુમાં જણાવતા કહ્યું હતું કે, તાત્કાલિક પરિવાર ભેગો થઇ ગયો હતો. પરેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી દીધો હતો. પરેશના લગ્ન હજુ 4 વર્ષ અગાઉ જ થયા હતા અને તેઓ મૂળ ભાવનગરના વતની છે.
માથે દેવું થયું ગયું હોવાની વાતથી અજાણ હતો પરિવાર:
વધુમાં જણાવતા કહ્યું હતું કે અચાનક કોઈ પણ કારણ વગર ઝેરી દવા પી લેનાર પરેશના આ અંતિમ પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે મૃત્યુ પહેલા ખાનગી હોસ્પિટલમાં પરેશે જણાવ્યું હતું કે, મારે કોઈને પૈસા દેવાના છે કહી અંતિમ શ્વાસ લીધા હતા. પરેશની દેવાની આ વાતની પરિવારને કોઈ પણ જાણ ન હતી. એટલું જ નહીં આપઘાત પાછળ દેવું કારણ ભૂત માનવામાં આવે છે. હાલમાં તો કામરેજ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.