બધા રાજ્યમાં પતિ-પત્નીનાં ઝઘડાનાં બનાવો અવાર નવાર બહાર આવે છે. ઘણી વાર ઝઘડાનાં બનાવોમાં પતિ દ્વારા પત્નીની કે પત્ની દ્વારા પતિની હત્યા થઇ હોવાનાં પણ ઘણા બનાવો બહાર આવે છે. તે સમયે આવો જ એક બનાવ સુરત શહેરમાં બહાર આવ્યો છે. સુરત શહેરનાં કિસ્સામાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એક પતિને તેની પત્નીની સાથે કોઈ વાતને ઝઘડો થયો. ઝઘડા બાદ પતિ દ્વારા પત્નીની સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. આ ઝઘડામાં રોષે ભરાયેલ પતિએ પત્નીને ફરવા માટેનું કહીને બહાર લઇ ગયો તેમજ એ પછી પત્નીની હત્યા કરી હતી. આ બનાવ જાણ થતા પોલીસ બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પત્નીની હત્યા કરનાર પતિની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામમાં આવી આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
રિપોર્ટ મુજબ સુરત શહેરનાં ચોક બજાર વિસ્તારમાં આવેલ રાજુ નગરમાં જીતેન્દ્ર પટેલ નામનો એક યુવક પરિવારની સાથે રહે છે. જીતેન્દ્ર પટેલ રીક્ષા ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. જીતેન્દ્રને તેની પત્નીની સાથે ઘણી વાર ઝઘડો થતો હતો. 17 નવેમ્બરે જ્યારે જીતેન્દ્ર ઘરે આવ્યો હતો તે સમયે જીતેન્દ્રએ દારૂનો નશો કર્યો હતો. આ બાબતને લઇને જીતેન્દ્રને તેની પત્નીની સાથે ઝઘડો થયો હતો. ધીમે-ધીમે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું તેમજ પતિ પત્ની બન્ને વચ્ચે મારામારીનાં દૃશ્યો સર્જાયા હતા. ઝઘડો થયા બાદ જીતેન્દ્ર તેમજ તેની પત્ની બન્ને વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. સમાધાન થયું તેમ છતાં પણ જીતેન્દ્રને ઝઘડો થયો હોવા અંગેનું મનદુઃખ હજુ હતું.
ઝઘડાનું સમાધાન થયા બાદ જીતેન્દ્ર તેની પત્નીને લઈને ફરવાનું કહીને રીક્ષામાં બેસાડીને કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયો તેમજ આ અવાવરી જગ્યામાં જીતેન્દ્રએ પત્નીની પાસે રહેલા દુપટ્ટાથી પત્નીનું ગળું દબાવીને પત્નીને મારી નાખી હતી. આ બનાવની જાણ થતા પોલીસ પણ બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બનાવ સ્થળની પ્રાથમિક તપાસ કરીને જીતેન્દ્રની પત્નીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર બનાવે જીતેન્દ્રની સામે હત્યાનો ગુનો નોંધીને જીતેન્દ્રની ધરપડક કરવામાં આવી હતી. ઝઘડાનું મનદુઃખ રાખીને પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પતિને જેલમાં જવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle