અભિનેત્રી સારા અલી ખાને એવું તો શું કાંડ કર્યો કે, લોકો એને ભિખારણ સમજી આપવા લાગ્યા પૈસા -જુઓ વિડીયો   

Published on: 11:42 am, Sat, 21 November 20

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં રહેતાં હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાનનો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. સારા અલી ખાને પોતાના જોરદાર અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું એ વાત કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહી.

એક્ટિંગની સાથે જ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તેના ચાહકો તેમજ ફોલોઅર્સ ખુબ મોટી સંખ્યામાં છે. તે ફેન્સની સાથે નવા નવા કિસ્સા શેર કરતી રહેતી હોય છે ત્યારે હાલમાં પણ સારા અલી ખાનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તે જણાવે છે કે, કેવી રીતે એકવાર કેટલાક લોકોએ એને ભિખારણ સમજી પૈસા આપવાનું શરૂ કર્યું હતું. સારા અલી ખાને જણાવ્યું હતું કે, હું મારા પરિવારની સાથે વેકેશન પર ગઈ હતી. મારા માતા-પિતા સૈફ અલી ખાન તથા અમૃતા સિંહ ખરીદી કરવાં માટે દુકાનની અંદર ગયા હતા.

હું તથા મારો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન દુકાનની બહાર એની રાહ જોતા હતા. હાઉસ હેલ્પર પણ અમારી સાથે હતી. સારા અલી ખાને જણાવ્યું કે, મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું. મારો ડાન્સને જોઇ લોકોએ મને પૈસા આપવાનું શરૂ કરી દીધું. કારણ કે, એમને એમ કે હું ભીખ માંગું છું.

જ્યારે માતા-પિતા બહાર આવ્યા ત્યારે હાઉસ હેલ્પરે એમને જણાવ્યું કહ્યું કે, સારા એટલી સુંદર લાગે છે કે, લોકોએ એને પૈસા આપ્યા. ત્યારપછી સારાની માતાએ જણાવ્યું કે, તે સુંદર નહીં ભિખારણ લાગે છે એટલે લોકોએ પૈસા આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle