સુરત શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય એવું લાગ્યું છે. અસામાજિક તત્ત્વોનાં મનમાં કાયદો અથવા પોલીસનો ડર રહ્યો ન હોય એવું લાગે છે. અમુક દિવસો અગાઉ જ એક શાકભાજીનું વેચાણ કરતા વ્યક્તિએ ભરવાડ ગેંગનાં સભ્યો તેની પાસેથી દરરોજનો 500 રૂપિયાનો હપ્તો માંગતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તે સમયે આવો જ એક બનાવ સુરતનાં લાલગેટ વિસ્તારમાં બહાર આવી છે.
આ બનાવમાં 3 ઇસમોએ દુકાન ધરાવતા પિતા-પુત્ર પર હપ્તો આપવો જ પડશે એવું કહીને હુમલો કર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત થયેલ પિતા-પુત્રએ આખા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંપૂર્ણ મામલે ગુનોનોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.
રિપોર્ટ મુજબ સુરત શહેરનાં સૈયદ પુરા વિસ્તારમાં આવેલ મનહર કોમ્પ્લેક્ષમાં અમર જમ્પર નામની દુકાન આવેલ છે. આ દુકાન અબ્દુલ શેખ ચલાવે છે. બુધવારનાં દિવસે અબ્દુલ શેખ દીકરા મોહમદ નઈમની દુકાન પર હતા ત્યારે મિસબુદ્દીન, ફૈયાઝ કાદરી તેમજ ગફ્ફાર બંગાળી નામનાં ઇસમો આવ્યા. આ બધા ઇસમોએ અબ્દુલ શેખને ધમકી આપી હતી કે, આજુબાજુની દુકાનવાળા તમામ હપ્તો આપે છે તારે હપ્તો આપવો છે કે નહીં.
અબ્દુલની શેખે 3 ઇસમોને હપ્તો આપવા માટેની ના પાડતા અસામાજિક તત્ત્વોએ અબ્દુલ શેખને બેસબોલની સ્ટીક તેમજ બીજા હથિયારોથી માર્યા હતા. પિતાને બચાવવા મોહમદ નઈમ વચ્ચે પડ્યો હતો. ત્યારે મિસબુદ્દીન, ફૈયાઝ કાદરી તેમજ ગફ્ફાર બંગાળી નામનાં ઇસમોએ પિતા તેમજ પુત્ર બન્નેને માર મારીને ગંભીર ઈજા પહોચાડી હતી.
મિસબુદ્દીન, ફૈયાઝ કાદરી તેમજ ગફ્ફાર બંગાળી નામનાં 3 ઇસમો પિતા અને પુત્રને માર મારીને ઈજાગ્રસ્ત કરીને બનાવ સ્થળ પરથી ભાગી ગયા છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોનાં ટોળા ભેગા થઇ ગયા હતા. બનાવ સ્થળ પર ભેગા થયેલ લોકોએ ઈજાગ્રસ્ત થયેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ સમગ્ર બનાવની જાણ કરી હતી.
પોલીસે હોસ્પિટલમાં સારવાર હેઠળ પિતા-પુત્રનું નિવેદન લેવામાં આવ્યું હતું તેમજ મિસબુદ્દીન, ફૈયાઝ કાદરી તેમજ ગફ્ફાર બંગાળી નામનાં ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. આ બાબતે લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરી છે. તેવી પણ માહિતી મળી છે કે, મિસબુદ્દીન, ફૈયાઝ કાદરી તેમજ ગફ્ફાર બંગાળીએ દુકાનદાર પિતા અને પુત્રની પાસેથી 10000 રૂપિયાનાં હપ્તાની માંગણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle