વિફરેલી ત્રણ પત્નીઓએ પતિદેવોને હોસ્પિટલ ભેગા કર્યા- એક પત્નીએ પતિનો કાન કરડી નાંખ્યો, બીજીએ હાથ તોડ્યો, ત્રીજીએ ગળું દબાવ્યું

Three wives brought their husbands to the hospital: આપણે આપણી આજુબાજુ અથવા તો ટીવીમાં પતિ દ્વારા પત્નીને હેરાન પરેશાન કરતા હોવાના કિસ્સાઓ જોતા હોઈએ છીએ.પરંતુ સુરતમાંથી પત્નીએ જ પોતાના પતિ પર રકજક થયા બાદ માર માર્યો તેમજ ગળેટુંપો આપ્યો જેવા એક નહિ બે નહિ પરંતુ ત્રણ ત્રણ કિસ્સાઓ( Three wives brought their husbands to the hospital ) સામે આવ્યા છે.જી હા, એક વાર તો તમને આ વાંચીને નવાઈ પણ લાગી હશે પરંતુ હકીકત આ જ છે સુરતમાંથી પત્નીએ પોતાના પતિને માર માર્યો હોવાના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. તો શું છે આ ઘટના ચાલો તેના વિષે આપણે માહિતી મેળવીએ…

પતિદેવોએ હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો
સોશિયલ મિડિયાની હળવી ભાષામાં કહીએ તો ડોમેસ્ટીક વાયોલન્સની કથિત ગંગાનો પ્રવાહ ઉલટો કરી નાંખનારી વિફરેલી આ પત્નીઓના હિંસાત્મક આક્રમણનો ભોગ બનેલા પતિદેવોએ હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો. યોગાનુયોગ એક જ દિવસે આવા ત્રણ-ત્રણ કિસ્સાઓ અને ત્રણેય પત્ની પિડિત પતિઓના આવતાં એક સમયે આવા જ થીમ આધારીત એક રમૂજી ફિલ્મ આમદની અઠ્ન્ની….નો સ્લોટ યાદ આવી ગયો હતો અને આ પત્નીઓએ ક્યાંક આક્રમક પતિદેવોની શાન ઠેકાણે લાવવા વુમન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણનો છતાં આક્રમક રસ્તો લીધો હતો.

કિસ્સો એકઃ પતિને વેલણથી ફટકાર્યો
પહેલા કિસ્સામાં પાંડેસરા વિસ્તારમાં રહેતો પંચમ રાજપૂત (ઉં.વ. 25) મંગળવારે સવાર સિવિલમાં આવ્યો હતો. તેણે મેડિકો લીગલ કેસ કરાવી સારવાર લીધી હતી. તબીબ સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને વેલણથી ફટકાર્યો હતો. જેના લીધે તેના જમણા હાથમાં અસહ્ય પીડા રહી છે. તેણે ફ્રેક્ચર થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.તેની પત્ની સાથે ઝગડો થયો હતો તે દરમિયાન તેણીએ વેલણથી પતિને માર મારવાનું શરૂ કર્યું હતું જેનાથી બચવા પંચમએ હાથ આગળ કરી દેતા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે.

કિસ્સો બેઃ પતિના કાનમાં બચકા ભર્યા જેથી કાનના ઉપરના ભાગમાં ટાંકા લેવા પડ્યા
બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા સંદીપ ગૌતમ (ઉં.વ. 32)એ તબીબને કહ્યું હતું કે, મંગળવારે બપોરે ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેના પતિનો ડાબો કાન કરડી લેતા ઉપરનો ભાગ કપાઈ ગયો હતો.આથી તે 108-માં સારવાર માટે સિવિલમાં આવ્યો હતો.જ્યાં તેના કાનના ઉપરના ભાગ પર સ્ટીચ લેવાની ફરજ પડી હતી.

કિસ્સો ત્રણ : પતિનું ગળું દબાવી આંગળી મચકોડી
અન્ય એક બનાવમાં વેડરોડ વિસ્તારમાં રહેતા ગણપત હંટ (ઉં.વ. 50)એ તબીબને જણાવ્યું હતું કે, મંગળવારે મળસકે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરમાં સૂતેલો હતો તે સમયે તેની પત્નીએ તેનું ગળું દબાવી જમણા હાથની આંગળ મચોડી કાઢી હતી. જેને લીધે તેને ગળા અને આંગળીઓમાં દુખાવો થતા સિવિલમાં આવવાની નોબત આવી હતી.તેમને તબીબને તેણે વાત કરતાં કહ્યું હતું કે પત્ની સાથે લડાઈ થઈ હતી. હું સૂઈ ગયો હતો. પરંતુ પત્નીને ગુસ્સો આવતાં જ તેણે મારૂ ગળું દબાવ્યું હતું. જે પછી મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું અનુભવાય રહ્યું છે.

પતિ-પત્ની વચ્ચેની લડાઇ અને રકઝક તો સમાન્ય બાબત છે. કદાચ ભાગ્યે જ કોઈ એવું કપલ હશે કે જેમાં ક્યારે લડાઇ કે રકઝક ના થઈ હશે.પરંતુ સમાજમાં આ પ્રકારની ઘટના બને તે એક સામાજિક જીવન પર ખરાબ અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *