તમે પ્રેમીએ પ્રેમિકાને પોતાનો પરિવાર લગ્નને માટે રાજી ન હોવાને લીધે ભગાડી હોવાના કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ સુરતમાં એક અજીબ જ ઘટના સામે આવી છે. પરિવારના જ સભ્યોએ સજાતીય સંબંધ અંગે સગીરાને મંજૂરી ન આપતા 22 વર્ષની યુવતીએ 16 વર્ષની સગીરાને ભગાડીને લઇ ગઈ હતી.
સગીરા ઘરેથી ભાગી ગયા બાદ પરિવારના સભ્યોએ આખાં મામલે પોલીસ સ્ટેશનમાં સગીરાને 22 વર્ષની યુવતી ભગાડી ગઈ હોવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. પરિવારના સભ્યોની ફરિયાદ લેતી વખતે આ ઘટના સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલમાં પોલીસે પણ સમગ્ર મામલાની સગીરાના પરિવારના સભ્યોની ફરિયાદ નોંધીને તપાસની શરૂઆત કરી છે. સગીરાને ભગાડી જનાર યુવતીનાં પતિએ થોડા દિવસો પહેલા જ આપઘાત કરી લીધો હતો.
રિપોર્ટ મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આવાસમાં પરિવારની સાથે રહેતી 16 વર્ષની સગીરાએ પરિવારના સભ્યો પાસેથી એક 22 વર્ષની યુવતી સાથે સજાતીય સંબંધ બાંધવા માટે મંજૂરી માંગી હતી પણ પરિવારના સભ્યોએ આ મામલે મંજૂરી ન આપતા 22 વર્ષની યુવતી સગીરાને ભગાડીને લઈ ગઈ હતી. જેથી પરિવારના સભ્યોએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવતાં કહ્યું હતું કે, તબસ્સુમ બાનો નામની યુવતી છેલ્લા 4 માસથી તેમની દીકરી સાથે વધુ સમય રહેતી હતી. 24 જૂનની રાતે જ તબસ્સુમ બાનોના પતિ મુહમ્મદ શફીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને ત્યારપછી સગીરાએ તબસ્સુમ બાનો સાથે સંબંધ હોવાની વાત પરિવારના સભ્યોને કરી હતી.
પરિવારના સભ્યોએ સગીરાના તબસ્સુમ બાનોની સાથેના આ સજાતીય સંબંધનો વિરોધ કરતા સગીરાએ એક અઠવાડિયા પહેલા આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને ત્યારપછી સગીરા ગૂમ થઇ જતા પરિવારના લોકોએ શોધખોળ કરતા જ તબસ્સુમ બાનો સગીરાને ભગાડીને લઇ ગઈ હોવાની જાણકારી મળી હતી.
પરિવારના સભ્યોએ જ્યારે સગીરા યુવકના બદલે યુવતીની સાથે ભાગી ગઈ હોવાની વાત પોલીસને કરતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. હાલમાં પોલીસે સગીરાના પરિવારજનોની ફરિયાદ લઇને સગીરાની તપાસ શરૂ કરી છે. મહત્ત્વની વાત તો એ છે કે, સજાતીય સંબધોને કાયદાકીય રીતે પણ માન્ય ગણવામાં આવ્યો છે
પરંતુ પરિવારના સભ્યો સમાજમાં બદનામી થવાના ડરને લીધે દીકરી કે, દીકરાના સજાતીય સંબંધનો વિરોધ કરતા હોવાને લીધે ઘણીવાર આવાં પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. સુરતની ઘટનામાં પણ પરિવારના સભ્યોએ સગીરાના સજાતીય સંબંધનો વિરોધ કરતા તેને 22 વર્ષની યુવતી ભગાડીને લઈ ગઈ હતી અને છેવટે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle