આપણે જાણીએ છીએ કે, દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રોડ પર ખાડા પડી જાય છે જેથી રોડ પર વાહનો ચલાવામાં મુશ્કેલી આવે છે. હાલ આ કમોસમી વરસાદના કારણે પણ રોડ પર ખાડા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તે દરમિયાન સુરતમાંથી એવો કેસ સામે આવ્યો છે.
કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી છે. સુરતના ઉધનાના મગદલ્લા રોડ પર રોડ પર ખાડો પડતા તેમાં કાર ફસાઈ ગઈ છે. એટલું જ નહી ખાડાનું પુરાણ કરવા તંત્રએ બોલાવેલો ટ્રક પણ તેમાં ફસાયો છે. જેના કારણે લોકોએ તંત્રની આવી કામગીરી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
સુરતના ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રોડનું પૂરાણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે રોડ ભીનો થઇ ગયો હતો. જેથી આજે એક કાર ચાલક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો અને તેણે કારને બ્રેક મારતા જ કાર ખાડામાં પડી હતી.
સદનસીબે કાર ચાલકનો તેમાં બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડ પર પડેલો ખાડો પુરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં તેઓએ રોડ પૂરાણ માટે ટ્રક મંગાવ્યો હતો. જો કે ટ્રક પણ ત્યાં આવતા તે પણ રોડમાં ઘસી પડ્યો હતો. આ ઘટના બાદ ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અને લોકોએ તંત્રની આવી ઘોર બેદરકારી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle