સુરત(Surat): શહેરના વરીયાવ(Variyav) ગામમાં વ્યાજે રૂપિયા ન લીધા હોવા છતાં પણ 5 વ્યાજખોરોએ(Usurers) ધાકધમકી આપીને દલપત ભાઈ પાસેથી 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન(Jahangirpura Police Station)માં નોંધાય છે. જ્હાંગીરપુરા પોલીસ દ્વારા વરીયાવ ગામ 5 યુવકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વરીયાવ ગામ દરજી ફળિયામાં રહેતા દલપતભાઈ હિરભાઇ પટેલ એ વરીયાવ ગામ ખાતે રહેતા ઝાકીર ઉર્ફે કાળીયો શેખ, તલ્હા મુસ્તાક, ઈસ્માઈલ ઉર્ફે રિઝવાન ખાંડીયા, હમઝા જુબેર દાઉજી અને અબ્દુલ મજીદ સામે ફરિયાદ આપીને જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ પાસેથી કોઈ રૂપિયા વ્યાજે લેવામાં નથી આવ્યા અને રૂપિયા લીધા હોય તે અંગેનું કોઈ લખાણ પણ આપવામાં આવ્યું નથી.
પાંચ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે:
આમ છતાં આરોપીઓએ ધક ધમકી આપીને તલ્હા મુસ્તાક એ રૂપિયા 4.05 લાખ, ઈસ્માઈલ ઉર્ફે રિઝવાન એમ ખન્ડિયા એ રૂપિયા 3 લાખ, હમઝા દાઉજીએ રૂપિયા 2.50 લાખ, અબ્દુલ મજીદએ 8 લાખ રૂપિયા ચેક મારફતે અને ઝાકીર ઉર્ફે કાળીયા શેખે રોકડા રૂપિયા 3 લાખ મળી 20.55 લાખ બળજબરીથી પડાવી લીધા છે. ફક્ત એટલું જ નહી પરંતુ તેમના પ્લોટના દસ્તાવેજ પણ આરોપી ઈસ્માઈલ ઉર્ફે રિઝવાન ખંડીયા પાસે હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપી ખોટી રીતે વ્યાજના અન્ય રૂપિયાની પણ માગણીઓ કરી ધાક-ધમકીઓ આપી રહ્યા છે. અંતે તેમને ફરિયાદ કરતા જહાંગીર પોલીસે આ તમામ પાચેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વ્યાજખોરો સસરા પર પણ કરી રહ્યા હતા દબાણ:
વહુએ 10 ટકા વ્યાજે ઈસ્માઇલ ખાડીયા પાસે 1 લાખ રૂપિયા, દાઉજી હમઝા પાસે 1 લાખ રૂપિયા, અબ્દુલ મજીદ પાસે 2.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી. જેમાં મજીદે મહિલા પાસેથી બળજબરી 8 લાખ રૂપિયાનો ચેક લખાવી દીધો હતો. જેમાં 5 વ્યાજખોરો પાસેથી લાખોની રકમ લઈ વહુએ ચુકવણી ન કરતા અંતે વ્યાજખોરો સસરા પર દબાણ કરતા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.