હાલમાં અવાર-નવાર દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સામે આવો રહ્યા છે. હવસખોરો નવજાત બાળકીને પણ નથી મુકતા. આ દરમિયાન ફરીવાર સંબંધને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કાકાએ જ તેની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી મુજબ, સંબધને શર્મશાર કરી દે તેવી ધટના વાંકાનેર પંથકમાં બની છે. જેમાં કાકાએ જ ભત્રીજી સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવીને બાળકીને જન્મ આપ્યો છે. જેથી પોલીસ દ્વારા નરાધમ કાકા સામે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જાણવા મળ્યું છે કે, વાંકાનેર પંથકમાં રહીને કામ કરતા મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરી તે આરોપી કિરણ ફૂલજીભાઈ આડની ભત્રીજી થતી હોવાનું જાણવા છતાં આરોપી કિરણએ ભોળપણનો લાભ લઇ અવારનવાર જાતીય હુમલો કરી ગર્ભવતી બનાવતા સગીરાએ 26 તારીખે બાળકીને જન્મ આપ્યો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
તો વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવ અંગે આઈપીસી કલમ 376 (2), જે એન 376 (3) તથા પોસ્કો એક્ટ કલમ 5(એલ) 6 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરા ગર્ભવતી હતી અને બાળકીને જન્મ આપ્યો હોવાથી માતા પિતા પર જાણે આભ તૂટી પડ્યું હતું. કાકાએ જ ભત્રીજીની આબરૂ લુટી લેતા સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. તેમજ આવા નરાધમ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.