કોરોના સામેની જંગ દેશના દરેક નાગરિક સંપૂર્ણ તાકાતથી લડી રહ્યા છે. લોકો પોતાની પગાર અને કરિયાણાની વસ્તુઓ દાનમાં આપી રહ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટીએ એક મોટી જાહેરાત કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું છે કે પાર્ટીના દરેક એમએલએ અને સાંસદ પોતાની એક મહિનાનો પગાર કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં દાનમાં આપશે. સાંસદ અને ધારાસભ્યો જરૂરીયાતમંદોને તેમજ વાયરસ સામે રક્ષણ માટે કેન્દ્રીય રાહત કાર્યમાં આ રકમ દાનમાં આપશે.
All MPs of BJP will release Rs. 1 crore from their MPLADS (Members of Parliament Local Area Development Scheme) fund to the Central Relief Fund in support to fight against #COVID19: Jagat Prakash Nadda, BJP national president . pic.twitter.com/Nw58S96EX8
— ANI (@ANI) March 28, 2020
આ ઉપરાંત તેમણે BJP ના દરેક સાંસદોને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાના સાંસદ નિધિમાંથી એક કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા ફંડમાં આપવા અપીલ કરી છે.
ભારતમાં દર્દીઓની સંખ્યા 300 ને પાર
કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.
ગુજરાતમાં કુલ 53 પોઝિટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જેમાં. વડોદરામાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 અને અમદાવાદમાં 3 જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે. અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે મહિલાને ૨૪મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે. આ સાથે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક બે થયો છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/