ગેરેજમાં ટેન્ટ લગાવીને રહે છે કોરોનાનો ડોક્ટર જેથી પત્ની બાળકોને ન રહે કોઈ ભય

કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ કરી રહેલ એક ડૉક્ટરે પત્ની અને બાળકોને ખતરાથી બચાવવા માટે ગેરેજમાં લગાવીને તેણે રહેવાનો નિર્ણય કર્યો છે. આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે.…

કોરોનાવાયરસના દર્દીઓનો ઈલાજ કરી રહેલ એક ડૉક્ટરે પત્ની અને બાળકોને ખતરાથી બચાવવા માટે ગેરેજમાં લગાવીને તેણે રહેવાનો નિર્ણય કર્યો છે. આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. કોરોનાવાયરસથી દુનિયાભરમાં 30,800 સૌથી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને અમેરિકામાં પણ તે ઝડપથી વધી રહ્યો છે. ડોક્ટર ટીમ્મી ચેંગ નથી ચાહતા કે તેમના પરિવારને કોઇ પણ પ્રકારનો ભય રહે.

ડેઇલી મેઇલની ખબર અનુસાર ડોક્ટર ચેંગ ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ છે. તેઓ પોતાના ઘરના જ ગેરેજમાં ટેન્ટ લગાવીને રહે છે. એક ચાદર, લેપટોપ અને નાસ્તા સાથે તેઓ ટેન્ટમાં સમય પસાર કરે છે.

હોસ્પિટલમાં શિફ્ટ પૂરી કર્યા બાદ ચેંગ ટેન્ટમાં જ રહે છે. ચેંગએ ફેસબુક પર લખ્યું મેં મારી જાતે હોમલેસ રહેવાનો નિર્ણય કર્યો છે જેથી હું સંક્રમિત થઈ જાવ તો મારા પરિવારને સંક્રમણ ન થાય.

તેમણે એ પણ જણાવ્યું કે એક રાત તો તેમણે પોતાની કારમાં જ પસાર કરી હતી. ત્યાર બાદ આગળની ચાર રાત્રીઓ તેમણે હોસ્પિટલના કોલ્ડરૂમમાં જ સૂઈને પસાર કરી. પાંચમા દિવસે તેમની પત્નીએ જ ગેરેજમાં ટેન્ટ લગાવવાનો આઈડિયા આપ્યો.

ડોક્ટર ચેંગ કેલિફોર્નિયાના ઈરવીનમાં સ્થિત યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં કામ કરે છે.ચેંગ માને છે કે તેમને ઘણા મહિનાઓ સુધી ટેન્ટમાં રહેવું પડી શકે છે કારણ કે અમેરિકામાં કોરોનાવાયરસથી પિડીતની સંખ્યા સતત વધી રહી છે.

ડોક્ટરનો પરિવાર તેના માટે ટેન્ટમાં નાસ્તો લઈને તો આવે છે પરંતુ તેને ગેરેજના દરવાજા પાસે રાખીને ચાલ્યો જાય છે. ટેન્ટની પાસે જ તેમની કાર ઊભી રહે છે અને ત્યાંથી સીધા જ તેઓ હોસ્પિટલ ચાલ્યા જાય છે.

ડોક્ટર ચેંગએ પોતાની સ્ટોરી ફેસબુક પર લખી છે જેમને હજારો શેર મળ્યા છે.તેમણે કહ્યું છે કે તમે ધારો કે હેલ્થ કેર વર્કર ઘર વગરના ન રહે તો તમે તમારા ઘરમાં જ રહો. જણાવી દઈએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધારે લોકોનું મૃત્યુ કોરોનને કારણે થઈ ચૂક્યું છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *