હજુ પણ ઘણા લોકો દીકરીને બોજ માનતા હોય છે પરંતુ, મહારાષ્ટ્રમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી, મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં બાળકી (Baby girl)ના જન્મથી ખુશ થયેલ એક દંપતીએ તેણીને હેલિકોપ્ટર(Helicopter) દ્વારા ઘરે લાવીને ભવ્ય સ્વાગત(Grand reception) કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, પુણેના શેલગાંવ (Shelgaon)માં રહેતા પરિવારે આ ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું, કારણ કે આ નવજાત પરિવારની પ્રથમ છોકરી હતી. રાજલક્ષ્મી નામની બાળકીનો જન્મ 22 જાન્યુઆરીએ ભોસારીમાં થયો હતો. બાળકને શેલગાંવ, ખેડમાં તેના ઘરે લઈ જવા માટે હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટર દ્વારા દીકરીને ઘરે લાવવા માટે આટલા પૈસા ખર્ચ્યા:
વ્યવસાયે વકીલ રાજલક્ષ્મીના પિતા વિશાલ જારેકરે જણાવ્યું કે પરિવારે કથિત રીતે હેલિકોપ્ટર માટે 1 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. વિશાલ જારેકરે કહ્યું, ‘અમારા આખા પરિવારમાં એક પણ દીકરી નહોતી. તેથી, અમારી દીકરીના ઘર વાપસીને ખાસ બનાવવા માટે અમે 1 લાખ રૂપિયાની ચોપર રાઈડની વ્યવસ્થા કરી છે. જારેકરે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર શેલગાંવમાં તેમના ખેતરમાં સ્થાપિત કામચલાઉ હેલિપેડ પર ઉતર્યું હતું.
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
We didn’t have a girlchild in our entire family. So, to make our daughter’s homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
— ANI (@ANI) April 5, 2022
છોકરીના પિતાએ જણાવ્યું છે કે શું કારણ હતું:
તેણે આગળ કહ્યું, ‘અમારા ઘરમાં ઘણા સમય પછી એક બાળકીનો જન્મ થયો છે અને ખુશી અપાર છે. તેથી, હું અને મારી પત્ની રાજલક્ષ્મીને 2જી એપ્રિલે હેલિકોપ્ટરમાં ઘરે લઈ આવ્યા. અમે આશીર્વાદ લેવા જેજુરી ગયા, પણ અમને ઉતરવાની મંજૂરી ન હતી, તેથી અમે આકાશમાંથી પ્રાર્થના કરી.
માતા અને બાળકનું ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું:
એટલું જ નહીં, દીકરીના સ્વાગત માટે ફૂલોની માળા પણ રાખવામાં આવી હતી. માતા અને બાળકનું ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગામમાં હેલિકોપ્ટર લેન્ડ થતું જોવા અને બાળકીને જોવા માટે ગ્રામજનો ટોળે વળ્યા હતા. જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા ત્યારે નેટીઝન્સે પિતાના અભિગમને પસંદ કર્યો અને અદ્ભુત રીતે છોકરીના જન્મની ઉજવણી કરવા બદલ દંપતીની પ્રશંસા કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.