Rain in North Gujarat: ગુજરાતમાં હવામાનની આગાહી અનુસાર મેઘમહેર જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 18 તાલુકામાં વરસાદ(Rain in North Gujarat) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતામાં 5 ઇંચ નોંધાયો છે. આ તરફ આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે માત્રામાં આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાતામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ,વરસાદ ખાબક્યો છે. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે માત્રામાં આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં, વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ,મહીસાગર,ખેડા, પંચમહાલ,દાહોદ,આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયનગરમાં 3 ઈંચ અને પોશિનામાં 2.7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ વડાલીમાં 1.5 ઈંચ વરસાદ, સતલાસણામાં 1 ઈંચ, ફતેપુરા અને ઈડરમાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.