Viral Video: યુવાનો ઘણીવાર બાઇક પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે અને પોલીસ યુવાનોને આવા સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં ન નાખવાની સલાહ પણ આપે છે.ત્યારે આજે ફરી એકવાર બેંગ્લોરમાંથી બે યુવાનો સ્ટંટ કરતા હોય તેવો વિડીયો(Viral Video) સામે આવ્યો છે.
બેંગલુરુમાં, એક યુવક રસ્તાની વચ્ચે બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના કેટલાક મિત્રો અન્ય બાઇક પરથી વીડિયો શૂટ કરી રહ્યા હતા. યુવક વારંવાર માત્ર એક જ વ્હીલ પર સ્કૂટર ચલાવતો હતો. ત્યારે આ ખતરનાક સ્ટંટનો વીડિયો Xના હેન્ડલ @3rdEyeDude પર શેર કરવામાં આવ્યો છે.
એક ક્ષણ માટે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો
વીડિયો જોયા પછી તમે પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ જશો કે આ રીતે પોતાનો જીવ જોખમમાં નાખવાની શું જરૂર છે. આ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે – આ ખતરનાક સ્ટંટ 13 માર્ચ 2024ના રોજ સવારે 9:50 વાગ્યે હોસુર નેશનલ હાઈવે પર ચાંદપુરા જંક્શન પાસે કરવામાં આવ્યો હતો. સ્ટંટ કરનાર વ્યક્તિ નંબર પ્લેટ વગરનું સ્કૂટર ચલાવી રહ્યો હતો. તેના મિત્રોએ બાઇકનો પીછો કરીને વીડિયો બનાવ્યો હતો. તેમના વાહનનો નંબર AP39 EC1411 છે.
બેંગલુરુ ટ્રાફિક પોલીસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.બેંગલુરુ પોલીસે કહ્યું કે આનેકલ પોલીસ સ્ટેશનને પણ આ મામલે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંગલુરુ રૂરલ એસપીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
This dangerous stunt was performed today on 13 March 2024 around 9:50 AM near Chandapura Junction on Hosur national Highway. The rider who performed the stunt was riding a two wheeler without number plate, and his friends who followed the bike and shot the video. Their vehicle… pic.twitter.com/nCZOqMAskm
— ThirdEye (@3rdEyeDude) March 14, 2024
યુઝર્સે આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે રસ્તા પરના આવા સ્ટંટને ખોટા ગણાવ્યા છે. ઘણા યુઝર્સે એમ પણ કહ્યું છે કે જો કોઈ યુવક નંબર પ્લેટ વગરના વાહનમાં આ પ્રકારનો સ્ટંટ કરે છે તો તેને પણ ગુનાની સિરીઝમાં રાખવો જોઈએ.તો અન્ય યુઝરે લખ્યું કે,આજે યમરાજ રજા પર હતા કે શું?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App