માંગરોળ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
આ દરમિયાન, થરાદ તાલુકાના માંગરોળ ગામની સીમમાં રવિવારના સુમારે એક યુવક અને યુવતીના ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, માંગરોળ ગામની સીમમાં વરખડાના ઝાડની ડાળી સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતાં યુવક વાવ તાલુકાના માવસરી ગામનો મહેશભાઇ રતાભાઇ ચૌહાણ અંદાજીત 25 વર્ષ અને યુવતી થરાદના દાંતીયા ગામની સુખીબેન પોપટભાઇ ઠાકોર અંદાજીત 18 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક દૃષ્ટિએ યુવક માવસરીથી શનિવારે દાંતીયા આવેલ હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે બંનેના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા બંન્ને મૃતદેહોને સરકારી હોસ્પીટલમાં ખસેડીને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બંન્ને પક્ષોની જાહેરાતના આધારે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.