સાવધાન! સુરતમાં સક્રિય થઇ ચડ્ડીબનીયાન ધારી ગેંગ, બંધ ઘરોના તાળા તોડીને…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ ચોરીના બનાવો દરમિયાન ઓલપાડ(Olpad) તાલુકાનાં સાયણ(Sayan) વિસ્તારમાં ફરીવાર ચડ્ડી બનીયાન ધારી ટોળકી સક્રિય થઇ હતી. મળતી માહિતી મુજબ, સાયણ ગામે આવેલ કૈલાશ નગર(Kailash Nagar)માં રહેતા જયંતિભાઈ મનાણી(Jayantibhai Manani) તેમના પરિવાર સાથે ઘરે તાળું મારીને શુભ પ્રસંગે વતન ગયા હતા. તેમનું ઘર બંધ હોવાથી દિવસે રેકી કર્યા બાદ આ ચોર ટોળકીએ રાત્રિના સમયે આવી ઘરના પાછળનો દરવાજો તોડી પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

જાણવા મળ્યું છે કે, તસ્કરો ઘરમાં રાખેલા કબાટની તીજોરી તોડી સામાન વેરવિખેર કરી ચોરી કરી કરી હતી. આટલું જ નહિ પરંતુ, આ ચોર ટોળકીએ કૈલાશ નગર સોસાયટી સિવાય અન્ય સોસાયટીઓમાં બંધ ઘરોને નિશાનો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ બાબતે અંબિકા નગર સોસાયટીમાં એક જાગૃત રહીશ દ્વારા પોતાના ઘરને ફરતે લગાવેલા CCTV કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ જોતાં પાંચ જેટલા ચડ્ડી બનીયાન ધારી ચોર ટોળકી ચોરીની ઘટનાને અંજામ આપવા આવી હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ ચોર ટોળકીએ પોતાની સાથે હથિયાર પણ રાખ્યા હતા.

સીસીટીમાં કેદ ચોર ટોળકીનો પહેરવેશ તથા તેમની અંદરો અંદર વાત કરવાની પદ્ધતિ જોતાં પરપ્રાંતીય ચોર ઇસમો હોવાનું કહેવાય છે. હાલમાં શાળાની રજાઓ અને લગ્નની સિઝનના કારણે ઘર બંધ કરીને શુભ પ્રસંગોએ અથવા ફરવા જતા ગ્રામજનોને ઘરે રેકી કરીને ચોરી કરતી ગેંગનો ડર સતાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *