ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને તેમના મંત્રીમંડળના સભ્યોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ શપથવિધિ કાર્યક્રમમાં વિધાનસભા ચૂંટણીના વિજેતા ઉમેદવાર અને મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જામનગર(Jamnagar) ઉત્તર બેઠકના વિજેતા ઉમેદવાર રીવાબા જાડેજા(Rivaba Jadeja) પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, Rivaba Jadeja જ્યારે સભા સ્થળ પર પહોંચ્યાં હતા ત્યારે તેમને ત્યાં બેસવા માટે જગ્યા મળી ન હતી અને રીવાબાને જગ્યા માટે આમતેમ ફાંફાં મારવાં પડ્યાં હતાં. આ બધા વચ્ચે Rivaba Jadeja સાથે સેલ્ફી લેવા માટે ત્યાં આવેલા લોકો પડાપડી કરી રહ્યા હતા.
મહત્વનું છે કે, શપથવિધિ દરમિયાન જામનગર ઉત્તર બેઠકના વિજેતા ઉમેદવાર Rivaba Jadeja પણ શપથવિધિ કાર્યક્રમમાં સભા સ્થળ પર આવી પહોંચ્યાં હતાં. જે દરમિયાન Rivaba Jadejaને સભા સ્થળે બેસવા માટે જગ્યા મળી ન હતી અને રીવાબાને બેસવા માટે ખુરશી શોધવા આમતેમ ફાંફાં મારવાં પડ્યાં હતાં. આ દરમિયાન Rivaba Jadeja દ્વારા બેસવાની વ્યવસ્થા કરવા માટે પોલીસને પણ જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં રીવાબાએ લગભગ સાડા ત્રણ મિનિટ સુધી અલગ અલગ જગ્યાએ બેઠક વ્યવસ્થા શોધી પણ મળી ન હતી કેમ કે, કાર્યકરો બેસી ગયા હતા. જોકે, થોડા સમય પછી Rivaba Jadejaને બેસવા માટે જગ્યા મળી હતી. જોકે, આ અંગે બેઠક વ્યવસ્થા વિશે પૂછવામાં આવતા Rivaba Jadejaએ મીડિયા સાથે વાત કરવાની ના પાડી હતી. આ વચ્ચે રીવાબા જાડેજાને જોતાં જ સેલ્ફી લેવા માટે કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. આજ રોજ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યાર પછી તેમના મંત્રીમંડળના ચાર સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે હાજર રહ્યા હતા.
જો વાત કરવામાં આવે તો ભુપેન્દ્ર પટેલ -મુખ્યમંત્રી, કનુભાઈ દેસાઈ – નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ, ઋષિકેશ પટેલ – શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી, રાઘવજી પટેલ – કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર, કુંવરજી બાવળિયા – પાણી પુરવઠા, મુળુભાઇ બેરા – પ્રવાસન,વન અને પર્યાવરણ, કુબેર ડિંડોર – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ, ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અધિકારીતા અને હર્ષ સંઘવી – ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું હતું.
જયારે જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ, પરસોતમભાઈ સોલંકી- મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન, બચુભાઈ ખાબડ – પંચાયત અને કૃષિ, મુકેશ પટેલ – વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા, પ્રફુલ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા અને કુંવરજી હળપતિ- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું હતું.
કોને કોને મળ્યું કેબીનેટમાં સ્થાન?
કેબિનેટ કક્ષાની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યાર પછી કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં સુરતના હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા.
રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.