થોડાં મહિના પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાનાં જ ઘરમાં ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે. હાલમાં એને લઈને એક સારાં સમાચાર સામે આવી રહ્યાં છે.સુશાંત સિંહ રાજપૂતને જે પ્રેમ, ફેન ફોલોઇંગ તેમજ સન્માન એની હયાતીમાં ન મળ્યું એ તમામ હવે એને મૃત્યુ પછી મળી રહ્યું છે.
દાદા સાહેબ ફાળકે અવોર્ડ્સ દ્વારા એના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર જાણકારી શેર કરવામાં આવી છે, કે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ- વર્ષ 2021માં સુશાંતસિંહ રાજપૂતનું મરણોપરાંત સન્માન કરવામાં આવશે. જો, કે હજુ આ અવોર્ડની કોઈ તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
મહિના પહેલાં વિશ્વ તથા સિનેમાને યોગદાન આપવાં બદલ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સુશાંતને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સુશાંત વતી એની બહેન શ્વેતાસિંહે એનું સર્ટિફિકેટ પણ રિસીવ કર્યું હતું. શ્વેતાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જણાવતાં કહ્યું હતું, કે ભારતીય સ્વતંત્રતા દિવસે કેલિફોર્નિયાએ મારા ભાઈ સુશાંતને સમાજમાં એનાં ઓવરઓલ યોગદાનની માટે સન્માનિત કર્યો હતો. કેલિફોર્નિયા અમારી સાથે છે. શું આપ છો? આપનાં સપોર્ટની માટે આભાર કેલિફોર્નિયા.
મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ આ વર્ષનાં નેશનલ અવોર્ડ્સમાં સુશાંતને ખાસ સન્માનિત આપી શકે છે. જો, કે હજુ સુધી મંત્રાલયે એ રજુ નથી કર્યું કે આ સન્માન કયા પ્રકારનું હશે. રિપોર્ટમાં મિનિસ્ટ્રીનાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે, કે થોડાં જ સમયમાં મરણોપરાંત સન્માન આપવામાં આવતાં આ સન્માનની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી દેવામાં આવશે.
‘બોલિવૂડ હંગામા’ નાં રિપોર્ટમાં ભારત સરકારનાં સૂત્રોનાં હવાલાથી જણાવવામાં આવ્યું છે, કે સુશાંતનાં મૃત્યુએ સમગ્ર ફિલ્મજગતને હચમચાવી દીધુ છે. મૃત્યુ બાદ એને જે સન્માન મળી રહ્યું છે તે એને હયાતીમાં ક્યારેય પણ મળ્યું ન હતું. આ અસંતુલન છે તેમજ એને ઠીક કરવું જોઈએ.
સુશાંતની ફિલ્મોની માટે સરકાર દ્વારા એક જુદો ફેસ્ટિવલ પ્લાન કરવામાં આવી રહ્યો છે. નેશનલ અવોર્ડ્સ દરમ્યાન એને સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવશે.
અભિનેતા તરીકે સુશાંતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુલ 11 વર્ષ કામ કર્યું હતું. એમાં પણ શરૂઆતનાં કુલ 5 વર્ષ એણે નાના પડદે જ કામ કર્યું હતું તેમજ કુલ 6 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ કુલ 6 વર્ષમાં કુલ 11 ફિલ્મો કરવાં છતાં પણ નેશનલ અવોર્ડ તો દૂર પણ એને ફિલ્મફેર અવોર્ડ પણ નથી મળ્યો.
જો, કે એને કુલ 2 સ્ક્રીન અવોર્ડ જરૂર મળ્યા છે. આની સિવાય વર્ષ 2017માં એને ‘M.S. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ માટે ઓસ્ટ્રેલિયામાં આવેલ મેલબર્નમાં યોજાયેલ ‘ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’ દરમ્યાન બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. ‘M.S. ધોની’ તથા ‘કાઈ પો છે’ ફિલ્મની માટે એ ફિલ્મફેર તેમજ આઈફામાં પણ નોમિનેટ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews