‘તેરે પાસ જો કુછ ભી હે વો મુજે દેદો’ કહી સુરતના ઉમરા ગામે બાઇકસવારને લુંટી લેવાયો- ઝીંકી દીધા 3 ચપ્પુના ઘા

સુરત(Surat): શહેરના ઓલપાડ(Olpad) તાલુકાના ઉમરા(Umra ) ગામે રત્ન કલાકાર યુવક પર ત્રણ લૂંટારાઓ દ્વારા ચપ્પુથી હુમલો કરી રૂ 13000 ની કિંમતનો મોબાઈલ લૂંટી(Mobile robbery) ફરાર થઈ ગયા હતા. જેને કારણે આ વિસ્તારના સ્થાનિકોમાં ફફડાટનો માહોલ ફેલાય ગયો છે. મળતી માહિતી અનુસાર મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અક્ષર રમેશભાઇ કાકડીયા(ઉ.વ.23) હાલ ઓલપાડ તાલુકાના ઉમરા ગામની શુભ રેસીડેન્સીમાં રહે છે.

જાણો શું છે સમગ્ર મામલો:
તારીખ 29ને ગયા ગુરૂવારના રોજ રાત્રે 10.45 કલાકના સુમારે બાઇક લઇ યુવક સુરતથી ઉમરા ગામે ઘરે આવી રહ્યો હતો. જયારે તે સમયે તેના રહેઠાણની શુભ રેસીડેન્સીના ગેટ પાસે આવી પહોચ્યો, ત્યારે ત્યાં સ્પેલન્ડર મો.સા.ઉપર આવેલ 20 થી 22 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા ઇસમો પૈકી બે અજાણ્યા ઇસમોએ યુવકને આંતરી હિન્દી ભાષામા કહ્યું કે “તેરે પાસ જો કુછ ભી હે ફોન,પાકીટ વો મુજે દે દો” કહી એકે તેનો કાંઠલો પકડી લીધો હતો અને બીજા ઇસ દ્વારા પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢવાની કોશિષ કરવામાં આવી હતી.

જેને કારણે યુવકે છુટવાની કોશીશ કરતા તેને નાક ઉપર બે મુક્કા મારી બીજા ઇસમે ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારથી ડાબા પગના સાથળ, ડાબી બાજુ ખભા ઉપર તથા પીઠ પાછળના ભાગે ત્રણ ઘા મારી ઇજા કરી ખિસ્સામાંથી 13000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન લૂંટી ત્રણે ગોથાણ ગામ બાજુ ફરાર થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે ઉત્રાણ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમણે શુક્રવાર ના રોજ ઓલપાડ પોલીસ મથકમાં ત્રણ લૂંટારૂ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *