ઉંચી માંડલ ગામે બે નરાધમે મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરી સગીરાને કરી ગર્ભવતી

મોરબી(ગુજરાત): 7 મહિના પહેલાં મોરબીના તાલુકાના ઉંચી માંડલ ગામની 17 વર્ષના સગીરા સાથે ગામના જ 2 વ્યક્તિએ ફોસલાવી તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની અને બદનામ કરી દેવાની ધમકી આપીને અવાર નવાર આ બન્ને વ્યક્તિએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જેને કારણે સગીરાગર્ભવતી બની ગઇ હતી. સગીરાને સાત માસનો ગર્ભ થઇ જતાં સગીરની માતાને સમગ્ર વાતની થઇ હતી. ત્યારબાદ સગીરાએ તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે એક 21 વર્ષીય આરોપીને પકડી પડ્યો હતો અને તેના મેડિકલ ચકાસણી માટેની કાર્યવાહી શરુ કરી હતી, જ્યારે બીજા આરોપીની ધરપકડની તપાસ શરુ કરી છે.

7 મહિના પહેલા મોરબીના ઉચી માંડલ ગામમાં રહેતી એક સગીરા સાથે ગામના જ બે યુવાન મનીષ દેવશી લાંબરીયા અને વિપુલ લાલાભાઈ ગામરાએ લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પછી આ વ્યક્તિઓએ બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર મરજી વિરુદ્ધ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તે સગીરાને ગર્ભ રહી ગયો હતો.

આરોપીઓનું કારસ્તાન સામે આવતા સગીરાએ તાલુકા પોલીસ મથકે આરોપી વિરુધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી એકટ 376 ડી, 506 તેમજ પોકસો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

તાલુકા પોલીસના પી.આઇ ગોઢાણીયાએ આ અંગે તપાસ શરુ કરી હતી. મનીષ દેવશીભાઈ લાબરીયાની ધડાપકડ કરી હતી અને તેના મેડિકલ ચેક માટે કાર્યવાહી શરુ કરી હતી. જ્યારે બીજા એક આરોપી વિપુલની શોધખોળ શરુ કરી હતી. સગીરાની ફરિયાદના કારણે પોલીસે તેનું મેડિકલ પરિક્ષણ કરવા તપાસ શરુ કરી છે. તેમજ ફરાર શખ્સને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *