ઉત્તરાયણમાં પતંગના દોરાથી સુરત અને અમદાવાદમાં આટલા લોકોના મોત નિપજ્યા

ચાલુ ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદમાં પતંગના દોરાના કારણે 10 થી વધુ લોકો ઘાયલ થઇ ચુક્યા છે. જ્યારે 108 ને બપોરના બાર વાગ્યા સુધીમાં 1305 ઈમરજન્સી કેસ મળ્યા છે. ઉતરાયણના તહેવાર દરમ્યાન અમદાવાદમાં બપોરના બાર વાગ્યા સુધીમાં 10 થી વધારે લોકો દોરીથી ઘાયલ થયા. જેમા ઘાટલોડિયામાં એક વૃદ્ધ વ્યક્તિ દોરીથી ઘવાયો. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

તદઉપરાંત આરટીઓ પાસે અન્ય એક યુવાનના ગળે દોરી વાગતા ટાંકા લેવા પડ્યા, અસારવા સિવિલ હોસ્પિટલ સારવાર અપાઈ. જ્યારે ખોખરા વિસ્તારમાં એક યુવાનનું પતંગની દોરીના લીધે નાક કપાતા એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.  સુરતમાં મોટર સાયકલ પર જતા પરિવારને પતંગની ઘાતક દોરીના કારણે અકસ્માત નડ્યો હતો. મોટર સાયકલ પર જઈ રહેલા પરિવારના બાળકને દોરી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

પિતાએ પરિવારને દોરીથી બચાવવાની કોશિશ કરતા મોટરસાયકલ સ્પીલ ખાઈ ગઈ હતી,. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા બાળકની સારવાર દરમ્યાન ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.  સુરતના રિંગ રોડ  પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતા ટુ- વ્હીલ ચાલક પતંગને ધારદાર દોરા વાગી.. મોટર સાયકલ સવાર નિર્મળ હોસ્પિટલના ઓવરબ્રિજ પરંથી પસાર થતો હતો ત્યારે તેના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી બાબુભાઇ પવાર નામના આ શખ્સને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદની વાત કરીએ તો રામોલ પાસે આવેલા મહેમદપુરા ગામે પતંગની દોરી આવી જતા બાઈક સવારનું મોત થયુ. પતંદના દોરાથી બચવા જતા બે બાઈક આમને-સામને ટકરાયા હતા. જેમાથી એક બાઈક સવારનું મોત થયુ હતુ,.બન્ને બાઈકો અથડાતા તેમાં દારુ અને બિયરની બોટલો પણ રસ્તા પર વેરાઈ હતી. ત્યારે ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તો વડોદરામાં પણ 16 વર્ષનાં કિશોરનું મોત થયું છે. ધાબા પરથી નીચે પટકાતા કિશોરનું મોત થયુ છે. કિશોર પતંગ ચગાવવા માટે ધાબા પર ચડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *