વડોદરા(ગુજરાત): વડોદરા(Vadodara) શહેરમાં રખડતા ઢોરને કારણે અનેક અકસ્માત(Accident) સર્જાતા રહે છે. ગઈકાલે સાંજે વાઘોડિયા રોડ(Waghodia Road) પર મોપેડ(Moped) લઈને જઈ રહેલ પોલિટેકનિક(Polytechnic)ના વિદ્યાર્થિ હેનીલ(Henil)ની આંખમાં ગાયે શિંગડું માર્યું હતું. જેના કારણે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાકના મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઈ જવા પામી હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હજુ પણ રખડતા પશુઓનો ત્રાસ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 15 દિવસમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરી યુદ્ધના ધોરણે કાર્યવાહી જાહેર કર્યા બાદ પણ હજી રખડતા ઢોરને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
આ અંગે વિદ્યાર્થી હેનીલ પટેલે જણાવ્યું હતું કે, હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો. જેથી ગાય ભાગતાં તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગી ગયું હતું. બાદમાં એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. વિદ્યાર્થીની માતા ભાવનાબેન પટેલે રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું બહુ દુઃખી છું કે મારા પુત્રને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો. કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. તેમણે જણાવ્યું કે, રખડતાં ઢોરોને પકડવા જોઇએ. જેથી કરીને બીજા કોઇના પુત્રને આંખ ન ગુમાવવી પડે.
View this post on Instagram
ઘનતા અંગે વિદ્યાર્થીના પિતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જ જવાબદાર છે. ઘણા લોકોને ઇજા પણ થઇ છે અને મૃત્યુ પણ થયા છે. આ લોકો એસી ઓફિસમાં બેસીને માત્ર વાતો જ કરે છે. કોઇ પગલાં લેતાં નથી. તેમણે કહ્યું કે, અમે વળતરની માંગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું.
જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલિટેક્નિકમાં ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કઈક કામ માટે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન, સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને હેનીલની આંખમાં શિંગડું વાગી ગયું હતું.
હેનીલે બૂમાબૂમ કરતાં લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તેમણે લોહીલુહાણ હાલતમાં હેનીલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. તેની આંખ ફૂટી ગઇ હોવાનું જાણવા મળતા જ પરિવારજનોના હોશ ઊડી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.