બગોદરા-વટામણ: 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાવી ટ્વીન્સ બાળકો સાથે માતાને આપ્યું નવજીવન

Bagodara Vataman News: 108 એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાઓ માટે સંજીવની સાબિત થઈ રહી છે. ત્યારે વધુ એક સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.જેમાં બગોદરાના વટામણમાં 108ની ટીમે…

Bagodara Vataman News: 108 એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાઓ માટે સંજીવની સાબિત થઈ રહી છે. ત્યારે વધુ એક સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.જેમાં બગોદરાના વટામણમાં 108ની ટીમે સર્ગભાના જોડીયા બાળકોની એમ્બ્યુલન્સ વાનમા સફળ પ્રસુતિ કરાવી હતી. 30 વર્ષીય સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા 108 ટીમને જાણ કરવામાં આવી હતી. જેના રિપોર્ટ ચેક કરતા ગર્ભમાં(Bagodara Vataman News) રહેલા બન્ને બાળકો અને માતાની હાલત અત્યં જોખમી હોવાનું માલુમ પડ્યું હતું.

કોલ મળતાં 108 એમ્બયુલન્સ પહોંચી ઘટનાસ્થળ
ફરી એક વખત 108 એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 30 વર્ષીય સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા 108 ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાને પ્રસુતિની પીડા ખૂબ જ ઉપડી જતા એમ્બ્યુલન્સમાં જ સફળ ડીલીવરી કરાવવામાં આવી હતી.ત્યારે મહિલાએ બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે. મહિલા અને બંને બાળકો સ્વસ્થ છે.

એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ
ખાખસરથી લઈ તારાપુર તરફ જતા હતા તે દરમિયાન સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડાનો દુખાવો ઉપડ્યો હતો. તો બીજી તરફ રસ્તામાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડે તેવું લાગતા ઈએમટી હિંમત ચાવડા અને પાયલોટે તુંરત જ ગાયનોકોલોજિસ્ટની સલાહ લીધી હતી.બીજી તરફ બન્નેની સુઝ-બુઝ અને ગાયનોકોલોજિસ્ટસલાહ સૂચનથી એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. સફળ પ્રસુતિ કરાવ્યા બાદ પ્રસુતાને અને નવજાત શિશુઓને સી.એચ.સી. તારાપુર લઈ ગયા હતા.બન્ને બાળકો અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘરમાં ઉત્સાહનો માહોલ
બંને બાળકોના પિતા એટલે કે મહિલાના પતિએ આ અંગે જણાવ્યું હતું કે મેં વિચાર્યું પણ ન હતું કે મારા બંને બાળકનો જન્મ 108 એમ્બ્યુલન્સ ટીમમાં થશે. આકસ્મિક હોવા છતાં એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખૂબ જ સલામતીથી પ્રસૂતિ કરાવી હતી. આજે મારી પત્ની અને મારા બંને બાળકો સ્વસ્થ છે અને તેઓ સારવાર હેઠળ છે. ખરેખર એમ્બ્યુલન્સના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર કે તેમણે ખુબ જ સલામતીથી પ્રસૂતિ કરાવી છે. પરંતુ હું થોડો ગભરાયો પણ હતો. એકસાથે બે બાળકોને પ્રસૂતિ કરાવી. આ ખૂબ જ મુશ્કેલ કહેવાય પરંતુ 108ના કર્મચારીઓએ સલામતીપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.

આ અગાઉ પણ 108 દ્વારા કેટલીય મહિલાને પ્રસૂતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 108ની આ કામગીરી લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત થઇ રહી છે અને લોકો 108ની આ સરાહનીય કામગીરીને બિરદાવી પણ રહ્યા છે. તેમજ 108ની કામગીરી ખૂબ જ સરાહનીય હોવાનું જણાવાઇ રહ્યું છે. 108ની ટીમે અગાઉ રીક્ષા અને શૌચાલયમાં પણ સફળ ડીલવરી કરાવી હતી.