વલસાડ(ગુજરાત): વલસાડના પશુચિકિત્સક ડોક્ટરો દ્વારા 2 વર્ષ થી કેન્સરની ગાંઠથી પિડાતી ભેંંસનું 3 કલાકનું સફળ ઓપરેશન કરીને 50 કિલોની મોટી ગાંઠ કાઢી માલધારીની ભેંસને નવજીવન આપ્યું છે. એક માલધારી જે અટકપારડી ખાતે ભેંસનો તબેલો ધરાવે છે. તેની એક ભેંસને છેલ્લા 2 વર્ષથી પેટના ભાગે નાની ગાંઠ હતી. છેલ્લા 15 દિવસમાં અચાનક વધી જતા માલિકે પશુપાલન વિભાગના પશુચિકિત્સક ડોકટરને જાણ કરી હતી.
ડો.હેમંત ગાંગુડે અને ડૉ.વીરેન ભુવા સ્થળ પર પહોંચીને ભેંસની હાલત જોઈ ચોકી ગયા હતા. તેના પેટના ભાગ પર જે ગાંઠ લટકી રહી હતી તે પાણીના માટલા કરતા પણ મોટી હતી. તબીબો મૂંગા પશુની પીડા અનુભવી રહ્યા હતા. અને તાત્કાલિક પીડામાંથી મુક્તિ અપાવવા માટે ઓપરેશન કરવું જરૂરી હતું.
વેટરિનરી ડો. હેમંત ગાંગુડે અને મદદનીશ પશુપાલન નિયામક ડો.વીરેન ભુવાની ટીમે 3 કલાકનું ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢી ભેંસને નવજીવન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.