થોડા દિવસ પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજે રૂપિયા લેવાના કારણે ઝગડો થયો હતો. આ ઘટનામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારે વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતાં. ધનરાજ નામના ઇસમે વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાં અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન ગૃહ ખાતે વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ગયા હતા. જોકે વિજયનું મોત નાપજતા પીએમ રિપોર્ટમાં માર મારવાથી મોત થયાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ફાયનાન્સર ધનરાજ વેનીલાલ કહાર અને તેના માણસોએ વિજય ની હત્યા કરી હતી. ધનરાજે એપ્રિલ મહિનામાં વિજયને 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. તે રૂપિયા વિજય પરત આપતો ન હોય ધનરાજ અને તેના સાગરીતોએ વિજયને ઢોર માર માર્યો હતો. જેને લઈને વિજય નું મોત નીપજ્યું હતું.
અમરોલી બાદ વરાછા પોલીસમાં ગુનાનો કેસ ટ્રાન્સફર થયા બાદ વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બાબતે વરાછા પોલીસે હત્યા નો ગુનો નોંધી મુખ્ય આરોપી ધનરાજ કહાર, શંકર ઉર્ફે ટેમ્પો, ભાવેશ ઉર્ફે ટકલી અને ગિરીશ ઉર્ફે ગિરિયોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle