Increase in the price of sugarcane: ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે. અહીંની જમીન અને વાતાવરણ શેરડીના પાકને ખુબજ સાનુકૂળ છે. શેરડીમાંથી ગીર પંથકમાં ઉત્તમ કક્ષાનો ગોળ બને છે. આથી અહીં સેંકડો રાબડાઓ એટલે કે ગોળ યુનિટો ધમધમે છે. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ( Increase in the price of sugarcane ) મળતો ન હતો. પરંતુ આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતા જ એક ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો.જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.
શેરડી પકવતા ખેડૂતો આવ્યા હરખમાં
ગીર સોમનાથ રાબડા એસોસિએશન દ્વારા કોડીનારના રગતિયા દાદા મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં રાબડા શરૂ કરવાથી શેરડીના ભાવ સુધી વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ થય હતી.આ ચર્ચાઓ બાદ આખરે રાબડા એસોસિએશને શેરડી પકવતા ખેડૂતો માટે ભાવ જાહેર કર્યા છે. ગોળ ઉત્પાદન કરતા રાબડા એસોસિયેશન દ્વારા વર્તમાન વર્ષ એક ટન શેરડીના 2300 રૂપિયા ઓછામાં ઓછા ભાવ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગત વર્ષે 1800 રૂપિયા જાહેરાત થઈ હતી અને ચાલુ વર્ષે શેરડીના ભાવમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે. પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે.આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે. બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થયો હોય કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે. સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે.
3,500 ભાવ મળતા ખુશી જોવા મળી
ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ સુગર મિલ હતી. જેમાં ઉના, કોડીનાર અને તાલાલા સુગર મીલ બંધ થતાં શેરડી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી. શેરડીના યોગ્ય ભાવ પણ મળતા નહોતા. જોકે, આ વર્ષે ઊંચા ભાવે શેરડી ખરીદીની જાહેરાત થઈ છે. જેની પાછળનું કારણ જાણવા અમે ગોળના વેપારીનો સંપર્ક કર્યો અને ગોળના વેપારીના કહેવા મુજબ, ગત વર્ષે ગોળનું ઉત્પાદન ખૂબ ઓછું હતું. જેના કારણે ચાલુ વર્ષે ગોળનો બજાર ઊંચો છે. ચાલુ વર્ષે પણ ગોળના ભાવ ઊંચા રહેશે. જેના કારણે શેરડીના ભાવ ખેડૂતોને વધુ મળશે.
આ સમયે ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા રાબડા માલિકોનું કહેવું છે કે એક ટન શેરડી માંથી 135 કિલો જેટલો ગોળ બને છે. તેની સામે સરભર થાય છે પરંતુ રાબડા ચલાવવા માટે સો જેટલા મજૂરો ની જરૂર પડતી હોય તે મજૂરોને એડવાન્સ રકમ આપી દીધી હોય એટલા માટે સરભર કરવા માટે અને ખર્ચા કાઢવા માટે રાબડા ચલાવવા પડી રહ્યા છે.તો ખેડૂતોને તો હવે ₹3,500 ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. આમ ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube