વડોદરામાં બેફામ ટ્રકે બાઈકને અડફેટે લેતા પરિવારનો માળો વિખેર્યો, બાળકોની નજર સામે જ માતા-પિતાનું કરૂણ મોત

Vadodara Accident News: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક અકસ્માતનું ઘટના રાજ્યના વડોદરા શહેરમાં આવેલા ડભોઈ તાલુકામાં બેફામ ટ્રક ચલાવનાર ડ્રાયવરે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો. ડભોઈનો 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની સાથે પોતાના સંબધીના(Vadodara Accident News) ઘરેથી પાછો આવી રહ્યો હતો.

તે દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેક ટક્કર મારતા પરિવાર ફંગોળાયો હતો. જેના કારણે પતિ તથા પત્નીને માથાના ભાગે ઘણી ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત પછી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલમાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળ તપાસ શરુ કરી દીધી છે.

સંબધીના ઘરેથી નીકળ્યો હતો પરિવાર
મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના ભીલાપુર ગામના 24 વર્ષીય વિક્રમભાઈ પોતાની પત્ની અને 2 બાળકો સાથે સંબધીના ઘરેથી આવવા માટે નીકળ્યા હતા. જોકે સાસરીમાં રાત્રે જમીને ભીલાપુર ગામે જવા નીકળ્યા પછી રસ્તામાં ટ્રકે તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં પરિવાર હવામાં ફંગોળીને રોડ પર પટકાયો હતો. જેમાં વિક્રમભાઈ પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળ્યું હતું, તો પત્ની આરતીબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું.

ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર
અકસ્માતમાં 3 અને 11 મહિનના બે બાળકોની નજર સામે જ પોતાના માતા-પિતાનું મોત થયું હતું. જ્યારે બંને બાળકોનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માદ પછી ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે દોડી આવેલી ડભોઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી હતી.