આજથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા, ગુજરાતમાં ધાર્મિક સ્થળોમાં લોકોની વધી અવરજવર

ઘણા સમયથી કોરોનાની મહામારીને કારણે મંદિર બંધ હતા ત્યારે આવાજ શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. આજથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન બંધ કરી નાખ્યા હતા.

જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા. પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે. અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો. જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામા આવ્યા છે.

જો કે લોકોએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કના નિયમોનું કડક પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. રાજ્યના દરેક ધાર્મિક સંસ્થાઓએ એક સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ ભેગા ન થાય તેની કડકપણે તકેદારી રાખવાની રહેશે.

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોએ મંદિર ખુલે તે પહેલા સેનેટાઇઝિંગ, સાફસફાઇ સહિતની કામગીરી શરુ થઇ ગઈ છે તો ઘણા લાંબા સમય બાદ મંદિરો શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલતા હોવાથી એક સાથે ભીડ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે.

શ્રદ્ધાળુઓના આગમન પર્વે મા ઉમિયાનું ધામ ઊંઝા, પાવાગઢ અને બહુચરાજી મંદિર તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે, તો ડાકોર, શામળાજી અને દ્વારકા મંદિર તંત્ર દ્રારા પણ પક્રિયા શરુ કરી છે, તો જગન્નાથનું અમદાવાદ સ્થિત મંદિર પણ દર્શનાર્થીઓના આગમન માટે શરુ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *