લાઈવ વિડીયો: સુરતમાં વ્યાજખોરોનો વધતો આતંક, જુઓ પોલીસે લોકોને શુ કરી અપીલ

આજકાલ સમગ્ર દેશમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. લોકોની નોકરીઓ છૂટી રહી છે તો ધંધામાં પણ કંઈ બરકત રહી નથી. એવામાં લોકો ઘર ખર્ચ માટે…

આજકાલ સમગ્ર દેશમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે. લોકોની નોકરીઓ છૂટી રહી છે તો ધંધામાં પણ કંઈ બરકત રહી નથી. એવામાં લોકો ઘર ખર્ચ માટે વ્યાજે પૈસા આપનાર લોકો પાસેથી ઊંચા વ્યાજદરે રકમ લે છે. અને આવ્યા છે આપણા લોકો સામાન્ય માણસોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેઓ પાસે વધારે રકમ પર આવતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

આવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એક લાખ રૂપિયાના બદલામાં 600000 વ્યાજની માગણી કરાઇ હતી.

વીડિયોમાં તમે જોઈ શકો કે ઘણા બધા લોકો વ્યાજે રકમ લેનાર ના ઘરે આવી અને ઉઘરાણી કરતાં જણાય છે. ને વળી ધમકી પણ આપે છે કે જો તું પોલીસ કેસ કરીશ તો જેલથી બહાર આવીને તને જાનથી મારી નાખીશું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

આ ધમકીઓ બાદ ભોગ બનનાર યુવકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે . જેની વધુ તપાસ એ સી પી સાહેબ શ્રી સી કે પટેલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *