ભાજપ યુવા મોરચાના નેતાએ યુવતી સાથે કરી ન કરવાની અશ્લીલ હરકત- જાણો વિગત…

બનાસકાંઠામાં ડેપ્યુટી સરપંચ સામે બિભત્સ માંગને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ મહેશ માળી સામે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી…

બનાસકાંઠામાં ડેપ્યુટી સરપંચ સામે બિભત્સ માંગને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ મહેશ માળી સામે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહેશ માળી દ્વારા યુવતીના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ડે.સરપંચ અને ડીસામાં યુવા ભાજપના મંત્રી મહેશ માળી છે. ચુંટણીના માહોલમાં ડીસા યુવા ભાજપના મંત્રી સામે ફરિયાદે માહોલમાં ગરમાવો આવી ગયો.

ભાજપના નેતા અને ઉપસરપંચે યુવતી પાસે અશ્લી માંગણી કરી યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે ડીસા યુવા ભાજપના મંત્રી અને ગેનાજી ગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા.

એટલું જ નહીં, યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ અશ્લીલ માંગણી કરી હતી. જોકે, યુવતી તાબે ન થતાં મહેશ માળીએ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ફોટા વાયરલ થતાં યુવતીએ ઉપસરપંચ સામે પોલીસ ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *